Air Pollution: શિયાળામાં વધી રહેલા એર પોલ્યુશન દરમિયાન આ ટિપ્સ કરો ફોલો કરશો તો સ્વાસ્થ્યને નહિ થાય નુકસાન
Health Tips for Air Pollution: ડોકટરોના મતે, જ્યારે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે, ત્યારે તેનાથી યાદશક્તિ નબળી પડે છે અને અલ્ઝાઈમર જેવી બીમારીઓ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાયુ પ્રદૂષણ લોકોને ઘણી હદે અસર કરી રહ્યું છે. પ્રદૂષણને કારણે લોકોમાં ચીડિયાપણું, ગુસ્સો અને તણાવ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આવું અમે નહીં પરંતુ ડૉક્ટરો કહી રહ્યા છે.
ફેફસાના નિષ્ણાત ડૉ. ભરત ગોપાલના જણાવ્યા અનુસાર પ્રદૂષણથી બચવા માટે N95 માસ્કનો ઉપયોગ કરો અને સમયસર દવાઓ લેતા રહો.
આ સિવાય પ્રદૂષિત સ્થળોએ રહેવાનું ટાળો અને સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાક લો.
ડૉક્ટરોનું કહેવું છે કે વાયુ પ્રદૂષણમાં રહેલા હાનિકારક પદાર્થો અને વાયુઓ આપણા મગજમાં પહોંચીને તેને નુકસાન પહોંચાડે છે.
સંશોધમાં એ પણ સાબિત કર્યું છે, કે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે અને ચેતા કોષો વચ્ચેના સંચારને અવરોધે છે.
જ્યારે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે, ત્યારે તે યાદશક્તિમાં નબળાઈ અને અલ્ઝાઈમર જેવા રોગો તરફ દોરી જાય છે.