10 KW સોલર પેનલ લગાવવી ફાયદો કે નુકસાન? ઇન્સ્ટોલ કરાવતા પહેલાં જાણી લો આ ગણતરી
કોની છત પર 10 કિલોવોટની પેનલ લગાવવાથી કમાણી થશે અને કોને નુકસાન જશે? ઇન્સ્ટોલેશન પહેલાં આ જરૂરી માહિતી ખાસ વાંચી લેજો.
Continues below advertisement

આજકાલ સોલર પેનલ લગાવવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. લોકો તેના ફાયદાઓ વિશે સાંભળીને તરત જ પોતાની છત પર સોલર પેનલ લગાવવાનો પ્લાન બનાવી લે છે. પરંતુ, શું માત્ર પેનલ લગાવી દેવાથી તમારો ફાયદો થઈ જશે? કોઈપણ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવતા પહેલા તમારે કેટલીક અગત્યની બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે, જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે.
Continues below advertisement
1/5
દરેક ઘરની વીજળીની જરૂરિયાત અને વપરાશ અલગ-અલગ હોય છે, જેના કારણે દરેકનું માસિક લાઈટ બિલ પણ જુદું જ આવતું હોય છે. તેથી, દરેક ઘર માટે એક જ સરખી એટલે કે 10 કિલોવોટ (10 kW) ની સોલર પેનલ લગાવવી જરાય યોગ્ય નથી. જો તમે માત્ર બીજાનું જોઈને કે દેખાદેખીમાં તમારા ઘરે 10 kW ની સિસ્ટમ લગાવવાનું વિચારી રહ્યા છો, તો પહેલા એ સમજી લો કે આટલી મોટી સિસ્ટમ તમારા માટે નફાકારક સોદો સાબિત થશે કે પછી એ માત્ર એક નકામો ખર્ચ બનીને રહી જશે.
2/5
જો તમારા ઘરમાં વીજળીનો વપરાશ વધુ છે અને તમારું માસિક લાઈટ બિલ 10,000 થી લઈને 20,000 રૂપિયા સુધી આવે છે, તો 10 kW ની સોલર સિસ્ટમ તમારા માટે એકદમ પરફેક્ટ અને નફાકારક સાબિત થઈ શકે છે. આ સિસ્ટમ દ્વારા દર મહિને આશરે 1200 થી 1500 યુનિટ જેટલી વીજળી ઉત્પન્ન થાય છે. આનાથી તમારા વીજળી બિલમાં જંગી ઘટાડો થશે.
3/5
જો ખર્ચની વાત કરીએ તો, 10 kW ની સિસ્ટમ લગાવવામાં અંદાજે 4.5 લાખથી લઈને 6 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. તમને જાણીને આનંદ થશે કે આ રોકાણની રકમ તમે વીજળી બિલની બચત દ્વારા માત્ર 4 થી 6 વર્ષના સમયગાળામાં જ રિકવર કરી શકો છો.
4/5
જો તમે 10 kW ની સોલર સિસ્ટમ લગાવવા જઈ રહ્યા છો, તો એ પણ જાણી લો કે કયા સંજોગોમાં તમારે આટલો મોટો ખર્ચ ન કરવો જોઈએ. જો તમારા ઘરનું માસિક વીજળી બિલ માત્ર 2,000 થી 3,000 રૂપિયાની આસપાસ જ આવતું હોય, તો 10 kW ની સિસ્ટમ તમારા ઘરની જરૂરિયાત કરતા ઘણી મોટી કહેવાય.
5/5
જો તમે આટલી મોટી પેનલ લગાવશો તો તેની પાછળ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ વસૂલ કરવો તમારા માટે ખૂબ મુશ્કેલ બની જશે અને આ એક મોટો બિનજરૂરી ખર્ચ સાબિત થશે. આવા કિસ્સામાં, તમારા ખર્ચ અને વપરાશને જોતા 2 થી 3 કિલોવોટ (2-3 kW) ની સોલર સિસ્ટમ લગાવવી જ તમારા માટે સૌથી શ્રેષ્ઠ અને ફાયદાકારક વિકલ્પ રહેશે.
Continues below advertisement
Published at : 26 Aug 2026 04:14 PM (IST)