TRENDING: 2025માં પૃથ્વીવાસીઓ એલિયનના સંપર્કમાં આવશે ? બાબા વેન્ગાની આ ભવિષ્યવાણીઓ ચર્ચામાં...
Baba Venga Predictions 2025: આ વખતે પણ બાબા વેંગાએ વર્ષ 2025ને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જેના પછી દુનિયામાં ભયનો માહોલ છે. ચાલો તમને પણ જણાવીએ. એલિયન્સ વિશે બાબા વેંગાની આગાહી પણ તેમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવું વર્ષ 2025 શરૂ થવા જઈ રહ્યું છે અને આવનારા વર્ષમાં શું સારું કે ખરાબ થઈ શકે છે તે જાણવા દરેક લોકો ઉત્સુક છે.
બૂલ્ગેરિયાના બાબા વેંગા વિશ્વ વિખ્યાત ભવિષ્યવેતા છે. તેણે મૃત્યુ પહેલા પણ વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી છે.
દર વર્ષે બાબા વાંગાની ભવિષ્યવાણીઓ બહાર આવે છે. વર્ષ 2024માં પણ બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.
હવે આ વખતે પણ બાબા વેંગાએ વર્ષ 2025ને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જેના પછી દુનિયામાં ભયનો માહોલ છે. ચાલો તમને પણ જણાવીએ. એલિયન્સ વિશે બાબા વેંગાની આગાહી પણ તેમાં છે.
બાબા વેંગાએ 2025ને માનવજાતના વિનાશની શરૂઆતનું વર્ષ ગણાવ્યું. બાબા વેંગાએ કહ્યું કે 2025માં ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાનું છે જે વિશ્વના વિનાશ તરફ દોરી જશે.
બાબા વેંગાના મતે, 2025 માં સીરિયાનું પતન સમગ્ર વિશ્વ માટે સંઘર્ષની સ્ટૉરી શરૂ કરશે. બાબા વેંગાએ કહ્યું કે સીરિયાના પતન પછી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે યુદ્ધ શરૂ થવાનું છે.
બાબા વેંગાએ એમ પણ કહ્યું કે, 2025માં મનુષ્ય બહારની દુનિયાના લોકો સાથે વાતચીત કરવામાં સફળ થઈ શકે છે. બાબા વેંગાએ પણ 2025માં મોટી આફતો આવવાની આગાહી કરી છે.