Sikkim Cloud Burst: 23 જવાન ગુમ, 41 વાહનો ડૂબ્યા, સિક્કિમમાં વાદળ ફાટવાના કારણે સર્જાઇ તબાહી
Sikkim Flood: સિક્કિમમાં વાદળ ફાટ્યા બાદ પૂર આવ્યું હતું, ત્યારબાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તર સિક્કિમના લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીનું જળસ્તર વધી ગયું અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જેના કારણે અનેક સૈન્ય સંસ્થાઓને પણ અસર થઈ છે.
સેનાના 23 જવાનો પણ ગુમ થયાના સમાચાર છે. આ જવાનોની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.
ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઉંચાઈ સુધી વધી ગયું હતું. જેના કારણે સિંગથામ પાસેના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનો ડૂબી ગયા હતા. આ સિવાય સેનાના 23 જવાનો પણ ગુમ થયાના સમાચાર છે
વાદળ ફાટ્યા બાદ સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ સિંગતમ પહોંચ્યા અને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. .
ગુવાહાટીમાં ડિફેન્સ પીઆરઓએ કહ્યું કે સેનાના 23 જવાન ગુમ છે અને 41 વાહનો ડૂબી ગયા હોવાના અહેવાલ છે.
ભાજપના નેતા શેરિંગ ગ્યાત્સો ભૂટિયાએ કહ્યું કે કેટલાક લોકો ગુમ થયાના સમાચાર છે અને તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.