Aadhaar Card Update: આ તારીખ સુધી આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકાશે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
Aadhaar Card Update: આધાર કાર્ડ એક દસ્તાવેજ છે જેનો ઉપયોગ આજે દરેક જગ્યાએ થઈ રહ્યો છે. આ જ કારણ છે કે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક માટે આધાર કાર્ડ બનાવવામાં આવે છે. તમામ સરકારી યોજનાઓમાં પણ આધાર કાર્ડ માંગવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલા માટે તમારે તમારું આધાર કાર્ડ સંપૂર્ણપણે અપડેટ રાખવું જોઈએ. તમે આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો, પરંતુ તમારે કેટલાક પૈસા ચૂકવવા પડશે. હવે UIDAI દ્વારા એક વિન્ડો ખોલવામાં આવી છે, જેમાં તમે તમારા આધારને ફ્રીમાં અપડેટ કરી શકો છો.
વાસ્તવમાં, કેટલાક લોકો તેમના દસ્તાવેજને બનાવ્યા પછી અપડેટ કરતા નથી. ઘણા વર્ષો સુધી નામ કે સરનામું અપડેટ થતું નથી. જો કે, જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે અથવા કોઈ કામ અટકી જાય, ત્યારે અપડેટ કરવા માટે દોડવું પડે છે. આવા લોકો માટે, UIDAIએ એક વિન્ડો ખોલી છે જેમાં તેઓ તેમના આધારને મફતમાં અપડેટ કરી શકે છે.
UIDAI દ્વારા મફતમાં આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 માર્ચ નક્કી કરવામાં આવી છે. આવા લોકો તેમના આધારને મફતમાં અપડેટ કરાવી શકે છે, જેમનું આધાર 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી, તો તમે તેને મફતમાં અપડેટ કરાવી શકો છો. આ માટે તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને લોગઈન કરવું પડશે.
સામાન્ય રીતે લોકો આધાર કાર્ડમાં પોતાનું એડ્રેસ અપડેટ કરે છે, જ્યારે કેટલાક લોકો પોતાનું નામ પણ અપડેટ કરે છે. આ માટે UIDAI દ્વારા અમુક ચાર્જ પણ લેવામાં આવે છે, જે લગભગ 50 રૂપિયા છે. તમે આધારને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો.