આધારમાં કેટલી વાર બદલી શકાય છે નામ, સરનામું અને મોબાઇલ નંબર? જાણી લો UIDAI નો નવો નિયમ
આધારમાં નામ, મોબાઈલ નંબર, સરનામું અને જન્મતારીખ અપડેટ કરવા માટે અલગ-અલગ નિયમો છે. જાણો કઈ વિગતો કેટલી વાર બદલી શકાય અને તેની ફી કેટલી છે.
Continues below advertisement

aadhaar mobile number address update limits rules uidai guidelines fee
Continues below advertisement
1/6
જ્યારે કોઈ વ્યક્તિ નોકરી કે ધંધા અર્થે કોઈ નવા શહેરમાં સ્થળાંતર કરે છે અથવા પોતાનો જૂનો મોબાઈલ નંબર બદલે છે, ત્યારે તેને આધારમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. જોકે, મોટાભાગના લોકોના મનમાં હંમેશા એ મૂંઝવણ રહેતી હોય છે કે આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઈલ નંબર કે જન્મતારીખ જેવી અંગત માહિતી કેટલી વાર બદલાવી શકાય? આ મૂંઝવણને દૂર કરવા માટે આધાર કાર્ડ જાહેર કરતી સંસ્થા UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ ખૂબ જ સ્પષ્ટ અને કડક નિયમો બનાવ્યા છે, જેની જાણકારી દરેક કાર્ડધારક પાસે હોવી જરૂરી છે.
2/6
આધાર કાર્ડમાં સરનામું (એડ્રેસ) બદલવા અંગે UIDAI દ્વારા નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે. જો તમે વારંવાર રહેઠાણ બદલતા હોવ, ભાડાના મકાનમાં રહેતા હોવ કે નોકરીના કારણે અલગ-અલગ શહેરોમાં શિફ્ટ થતા હોવ, તો તમે તમારા આધાર કાર્ડમાં સરનામું ગમે તેટલી વાર અપડેટ કરાવી શકો છો, કારણ કે આ માટે કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ ફેરફાર તમે ઘરે બેઠા જ UIDAI ના સત્તાવાર 'myAadhaar' પોર્ટલ પર જઈને ઓનલાઈન માધ્યમથી અત્યંત સરળતાથી કરી શકો છો.
3/6
સરનામાની જેમ જ મોબાઈલ નંબર અપડેટ કરવા માટે પણ UIDAI એ કોઈ મર્યાધા રાખી નથી. તમે જરૂર પડે તેટલી વાર તમારો મોબાઈલ નંબર બદલી શકો છો. જોકે, સુરક્ષાના કારણોસર મોબાઈલ નંબર બદલવાની પ્રક્રિયા ઓનલાઈન થઈ શકતી નથી. આ માટે તમારે તમારા નજીકના અધિકૃત આધાર સેવા કેન્દ્ર (Aadhaar Seva Kendra) પર રૂબરૂ જવું પડે છે, જ્યાં નવો નંબર લિંક કરવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ સ્કેન) અને OTP વેરિફિકેશન કરવામાં આવે છે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આધારને લગતા તમામ મેસેજ અને વેરિફિકેશન ઓટીપી તમારા નવા નંબર પર આવવાના શરૂ થઈ જશે.
4/6
બીજી તરફ, નામ અને જન્મતારીખ જેવી સંવેદનશીલ વિગતો સુધારવા માટે UIDAI એ ખૂબ જ કડક સીમા નક્કી કરી છે, તેથી અહીં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. નિયમો અનુસાર, કોઈ પણ નાગરિક પોતાના જીવનકાળ દરમિયાન આધાર કાર્ડમાં પોતાનું નામ માત્ર ૨ (બે) વાર જ અપડેટ કરાવી શકે છે. જ્યારે જન્મતારીખ (Date of Birth) અને જેન્ડર (લિંગ) માં સુધારો કરવાની તક આખી જિંદગીમાં માત્ર ૧ (એક) વાર જ આપવામાં આવે છે. જો આ મર્યાદા પૂરી થઈ જાય તો ભવિષ્યમાં સુધારો કરવો અત્યંત મુશ્કેલ બની જાય છે અને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી શકે છે.
5/6
આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની વસ્તીવિષયક (Demographic) કે બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવા માટે નિયત ફી ચૂકવવી પડે છે. આધારમાં એડ્રેસ, મોબાઈલ નંબર, નામ, લિંગ કે જન્મતારીખ અપડેટ કરવા માટે ₹૭૫ ની ફી નક્કી કરવામાં આવી છે. જો તમારો જૂનો મોબાઈલ નંબર સાવ બંધ થઈ ગયો હોય કે ખોવાઈ ગયો હોય, તો પણ તમે ચિંતા કર્યા વગર આધાર કેન્દ્ર પર જઈને નવો નંબર રજીસ્ટર કરાવી શકો છો.
Continues below advertisement
6/6
અંતમાં, UIDAI નાગરિકોને હંમેશા એ જ સલાહ આપે છે કે ભવિષ્યમાં બેંકિંગ સેવાઓ ખોરવાય નહીં, પાન કાર્ડ લિંકિંગમાં કોઈ તકલીફ ન પડે અને સરકારી યોજનાઓના નાણાં સીધા ખાતામાં જમા થવામાં કોઈ અડચણ ન આવે તે માટે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અને વર્તમાન સરનામું હંમેશા અપડેટ રાખવું જોઈએ. કોઈપણ ફેરફાર કરતી વખતે દસ્તાવેજોની બરાબર ચકાસણી કરી લેવી હિતાવહ છે જેથી કોઈ ભૂલ ન રહી જાય.
Published at : 25 May 2026 05:04 PM (IST)