Aadhaar Card New Rules: આધાર કાર્ડ કઢાવવું અને અપડેટ કરવું હવે બન્યું સરળ, UIDAI એ જાહેર કર્યું ડોક્યુમેન્ટ્સનું નવું લિસ્ટ

જન્મ તારીખથી લઈને સરનામાં સુધીના ફેરફાર માટે નિયમો બદલાયા, બાળકો અને વડીલો માટે અલગ ગાઈડલાઈન જાહેર ચેક કરો સંપૂર્ણ યાદી.

Continues below advertisement

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા આધાર કાર્ડની નોંધણી અને તેમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. 'આધાર (નોંધણી અને અપડેટ) થર્ડ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ, ૨૦૨૫' અંતર્ગત જાહેર કરવામાં આવેલા આ નવા નિયમોનો મુખ્ય હેતુ નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો છે. આ નવા નિયમોમાં નામ, સરનામું કે જન્મ તારીખ બદલવા માટે માન્ય દસ્તાવેજોની એક નવી અને વિસ્તૃત યાદી જાહેર કરવામાં આવી છે, જે ૧૮ વર્ષથી વધુ વયના પુખ્ત નાગરિકોથી લઈને બાળકો અને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ વર્ગના લોકોને લાગુ પડશે.

Continues below advertisement
1/6
પુખ્ત વયના એટલે કે ૧૮ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે દસ્તાવેજોને મુખ્યત્વે ચાર શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે: ઓળખનો પુરાવો (PoI), સરનામાનો પુરાવો (PoA), જન્મ તારીખનો પુરાવો (PoB) અને સંબંધનો પુરાવો (PoR). જેમાં ઓળખ અને સરનામા બંને માટે ભારતીય પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ (Voter ID), રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી સેવા આઈડી કાર્ડ અને પેન્શનર કાર્ડ જેવા દસ્તાવેજો માન્ય ગણાશે. આ ઉપરાંત, મનરેગા (MGNREGA) જોબ કાર્ડ, જાતિ પ્રમાણપત્ર અને UIDAI ના નિયત ફોર્મેટમાં સાંસદ કે ધારાસભ્ય જેવા ગેઝેટેડ ઓફિસર દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર પણ સ્વીકાર્ય રહેશે.
2/6
માત્ર સરનામાના પુરાવા (PoA) તરીકે ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો માટેના નિયમોમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. હવેથી વીજળી બિલ, પાણીનું બિલ, ટેલિફોન/મોબાઈલ બિલ, બ્રોડબેન્ડ બિલ અથવા ગેસ કનેક્શનનું બિલ સરનામાના પુરાવા તરીકે માન્ય રહેશે, પરંતુ શરત એ છે કે આ બિલ ૩ મહિનાથી વધુ જૂના ન હોવા જોઈએ. આ સિવાય પ્રોપર્ટી ટેક્સની રસીદ, બેંક પાસબુક કે સ્ટેટમેન્ટ, રજિસ્ટર્ડ લીઝ ડીડ અને ઓછામાં ઓછા ૧ વર્ષ માટે માન્ય હોય તેવી વીમા પોલિસી પણ સરનામાના પુરાવા તરીકે રજૂ કરી શકાશે.
3/6
જન્મ તારીખ (PoB) અને નામ સુધારણા માટેના દસ્તાવેજોની યાદી પણ હવે વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. જન્મ તારીખ સાબિત કરવા માટે જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, જન્મ તારીખ દર્શાવતી શાળા/બોર્ડ કે યુનિવર્સિટીની માર્કશીટ અને પેન્શન ઓર્ડર જેવા દસ્તાવેજો માન્ય રહેશે. જો કોઈ વ્યક્તિએ પોતાનું નામ બદલવું હોય, તો તેના માટે હવે લગ્નનું પ્રમાણપત્ર, છૂટાછેડાનું હુકમનામું (Divorce Decree) અથવા નામ બદલવા અંગેનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન રજૂ કરવું અનિવાર્ય બનશે.
4/6
બાળકોના આધાર કાર્ડ માટે વયજૂથ મુજબ અલગ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ૦ થી ૫ વર્ષના બાળકો માટે જન્મ પ્રમાણપત્ર અને પરિવારના વડા (Head of Family) સાથેનો સંબંધ દર્શાવતા દસ્તાવેજો મુખ્ય રહેશે, જેમાં માતા પિતાના આધાર કાર્ડના આધારે નોંધણી થશે. જ્યારે ૫ થી ૧૮ વર્ષના બાળકો માટે પુખ્ત વયના લોકો માટે માન્ય હોય તેવા કોઈપણ PoI અથવા PoA દસ્તાવેજ ચાલી શકશે. આ વયજૂથના બાળકો માટે જન્મ તારીખના પુરાવા તરીકે સ્કૂલ આઈડી અથવા જન્મ પ્રમાણપત્ર પણ માન્ય ગણવામાં આવશે.
5/6
જે નાગરિકો પાસે પોતાના નામે કોઈ માન્ય દસ્તાવેજ ઉપલબ્ધ નથી, તેમના માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આવા સંજોગોમાં પરિવારના વડા (HoF) ની સંમતિ અને સ્વ ઘોષણા (Self declaration) ના આધારે સરનામું અપડેટ કરી શકાશે. જોકે, જાહેર પ્રતિનિધિઓ અથવા આશ્રય ગૃહો દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્રોના દુરુપયોગને રોકવા માટે હવેથી આવા દસ્તાવેજોની વધુ કડક ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારબાદ જ તેને માન્ય રાખવામાં આવશે.
Continues below advertisement
6/6
છેલ્લે, ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકો અને નેપાળ તથા ભૂતાનના નાગરિકો માટે પણ નવા નિયમોમાં સ્પષ્ટતા છે. આ શ્રેણીના નાગરિકો જો છેલ્લા ૧૨ મહિનામાં ઓછામાં ઓછા ૧૮૨ દિવસ ભારતમાં રહ્યા હોય, તો જ તેઓ આધાર કાર્ડ માટે અરજી કરવા પાત્ર ગણાશે. તેમના માટે દસ્તાવેજોની અલગ યાદી લાગુ પડશે. આમ, UIDAI દ્વારા કરાયેલા આ ફેરફારો આધાર ઈકોસિસ્ટમને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે.
Sponsored Links by Taboola