Aadhaar Card Update: ફક્ત 20 દિવસ ફ્રીમાં અપડેટ થશે આધાર કાર્ડની ડિટેલ્સ, આ પછી લાગશે આટલો ચાર્જ
Aadhaar Card Update: જો તમે આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માંગો છો. તો આ તક ગુમાવશો નહીં. તમારી પાસે માત્ર 20 દિવસનો સમય છે. આ પછી તમારે આટલી રકમ ચૂકવવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં રહેવા માટે લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. આ દસ્તાવેજો વિવિધ હેતુઓ માટે સમય સમય પર જરૂરી છે.
આ દસ્તાવેજોમાં ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
જેમાં આધાર કાર્ડનો સૌથી વધુ ઉપયોગ દસ્તાવેજ છે. ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.
લોકોને શાળા-કૉલેજમાં એડમિશન લેવાથી લઈને પાનકાર્ડ બનાવવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા સુધીની દરેક બાબતો માટે આધાર કાર્ડની જરૂર પડે છે.
આધાર કાર્ડમાં ઘણી વખત ભૂલો થાય છે અને તમને તેને સુધારવાની તક આપવામાં આવે છે. આ માટે તમારે ફી ચૂકવવી પડશે.
પરંતુ હાલમાં તમે તમારું આધાર કાર્ડ આગામી 20 દિવસ સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. UIDAI 14 સપ્ટેમ્બર સુધી મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તક આપી રહ્યું છે.
ફ્રી અપડેટની અગાઉની તારીખ 14મી જૂન હતી, જેને બદલીને 14મી સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ પછી તમારે દરેક અપડેટ માટે ₹50 ચૂકવવા પડશે.