Lok Sabha Elections 2024: શું AAP માટે કામ કરી ચૂક્યો છે ધ્રુવ રાઠી? સ્વાતિ માલીવાલનો મોટો દાવો- 'યુ-ટ્યુબર તો...'
Swati Maliwal on Dhruv Rathee: YouTuber ધ્રુવ રાઠી હરિયાણાના રોહતકનો રહેવાસી છે. તે હાલમાં તેની પત્ની સાથે જર્મનીમાં રહે છે અને સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વીડિયો બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વાતિ માલીવાલે જણાવ્યું કે જર્મનીમાં રહીને ધ્રુવ રાઠી ન્યૂઝ (ખાસ કરીને ભારત સંબંધિત બાબતો પર) પર વીડિયો બનાવે છે, તે આમ આદમી પાર્ટી (AAP)ના નેતૃત્વની નજીક છે અને તેણે પાર્ટી માટે વોલંટિયરિંગ રહી ચૂક્યો છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું AAPએ તમારી વિરુદ્ધ ધ્રુવ રાઠીનો ઉપયોગ કર્યો છે? સ્વતંત્ર પત્રકાર શુભાંકર મિશ્રા સાથે પોડકાસ્ટ દરમિયાન સ્વાતિ માલીવાલે જવાબ આપ્યો, હા, હું એવું માનું છું.
સામાજિક કાર્યકર્તાએ કહ્યું, હું ધ્રુવ રાઠીને પસંદ કરતી આવી છું. અમારા ઘરમાં બધા તેમને લાઇક કરે છે પણ તેમણે મારી સાથે જે કર્યું હું તેના વિરુદ્ધમાં છું
દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે કહ્યું, ધ્રુવ રાઠી ખૂબ જ મોટા પદ પર છે. આખો દેશ તેમને જુએ છે અને સાંભળે છે. આવી સ્થિતિમાં એકતરફી વીડિયો બનાવવો મારા મતે ખરાબ છે.
સ્વાતિ માલીવાલે કહ્યું કે ધ્રુવ રાઠીએ વિડિયોમાં જણાવ્યું નથી કે MLCમાં ઈજાઓ છે, એ નથી જણાવ્યું કે CCTV ફૂટેજ ડિલીટ કરી દેવામાં આવ્યા છે અને એ પણ નથી જણાવ્યું કે પુરાવા સાથે ચેડા કરવામાં આવ્યા છે.
AAP નેતાના કહેવા પ્રમાણે, ધ્રુવ રાઠીએ એ પણ નથી કહ્યું કે હું ભાજપની એજન્ટ કેવી રીતે બની ગઇ. જે યુવતી મણિપુર ગઇ અને જેણે અવાજ ઉઠાવ્યો તે કેવી રીતે બીજેપીની એજન્ટ બની શકે?
સ્વાતિ માલીવાલે કહ્યું, ધ્રુવ રાઠીનો એકતરફી વીડિયો સ્વતંત્ર પત્રકારત્વ માટે સારો નથી. તે મારી સાથે વાત કરી શક્યો હોત.
AAP નેતાએ વધુમાં કહ્યું, મેં યુટ્યુબરને કોલ અને મેસેજ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે એકતરફી વીડિયો પોસ્ટ કર્યો જેના કારણે મને ધમકીઓ (મારવા અને બળાત્કાર કરવાની) મળવા લાગી હતી.
અરવિંદ કેજરીવાલના નજીકના ગણાતા સ્વાતિ માલીવાલના દાવાથી વિપરીત ધ્રુવ રાઠી પોતાને સ્વતંત્ર પત્રકાર/કન્ટેન્ટ ક્રિએટર ગણાવે છે.