Abp C Voter Survey: CM-PM ચહેરાની જાહેરાત? કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન? નવા સર્વેમાં થયા ચોંકાવનારા ખુલાસાઓ
Abp C Voter Survey Result: મધ્યપ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે. આવો જાણીએ શું કહે છે સર્વે રિપોર્ટ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્ષના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને ABPએ C-Voter સાથે મળીને એક સર્વે કર્યો છે, જેમાં ઘણી મોટી જાણકારી બહાર આવી છે
વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને મેદાનમાં ઉતારવાથી ભાજપને ફાયદો થશે? ખૂબ જ ફાયદો – 41 ટકા. થોડો ફાયદો – 17 ટકા. કોઈ ફાયદો નહી- 34 ટકા. કહી શકીએ નહી- 8 ટકા.
શું સીએમ પદ માટે કેન્દ્રીય મંત્રીઓ-સાંસદોને મેદાનમાં ઉતારવાથી ભાજપમાં જૂથવાદ વધશે? હા- 46 ટકા. ના- 37 ટકા. કાંઇ કહી શકીએ નહી- 17 ટકા.
2024માં પણ ભાજપ નવા ચહેરાઓને તક આપશે? હા- 57 ટકા. ના- 17 ટકા. કહી શકતા નથી- 26 ટકા.
સીએમના ચહેરા વગર ચૂંટણી લડવાથી ભાજપને ફાયદો થશે કે હાર? ફાયદો- 41 ટકા, નુકસાન- 43 ટકા. કહી શકતા નથી – 16 ટકા
શું વિપક્ષે 2024ની લોકસભા ચૂંટણી પીએમ ચહેરા સાથે લડવી જોઈએ? હા- 50 ટકા. ના- 22 ટકા, કહી શકતા નથી- 28 ટકા.
શું નીતિશ 'ઇન્ડિયા'થી નારાજ છે અને NDAમાં જોડાઈ શકે છે? હા- 32 ટકા. ના- 30 ટકા. કહી શકતા નથી- 38 ટકા.
જો SP-AAP અલગ-અલગ વિધાનસભા ચૂંટણી લડે તો ' ઇન્ડિયા’ની વ્યૂહરચના વિશે તમે શું વિચારો છો? હજુ વ્યૂહરચના બનાવી શક્યા નથી – 33 ટકા. વિધાનસભા-લોકસભા માટે અલગ રણનીતિ – 42 ટકા. કહી શકતા નથી – 25 ટકા