Aditya L-1 તો માત્ર 15 લાખ કિલોમીટર સુધી જશે, તો પછી પૃથ્વીથી સૂરજ કેટલો છે દુર ? જાણો
Aditya L1 Launch: ભારતનું સૂર્ય મિશન આદિત્ય એલ-1 આજે લૉન્ચ થઇ ચૂક્યું છે. આદિત્ય એલ-1 દ્વારા ભારત સૂરજની તરફ પગ માંડી રહ્યું છે. ભારતના ઇસરોનું આદિત્ય મિશન 15 લાખ કિલોમીટર દુર જઇને સૂરજની સ્ટડી કરશે. તો પછી દરેકને મનમાં સવાલ થશે કે પૃથ્વીથી સૂર્ય કેટલો દુર છે, તો જાણો અહીં....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે સવાલ એ છે કે આદિત્ય ભલે 15 લાખ કિલોમીટર સુધી જશે, પરંતુ સૂર્ય હજુ પણ દૂર રહેશે, તો પછી સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે?
પૃથ્વીથી સૂર્યનું સરેરાશ અંતર લગભગ 14 કરોડ 96 લાખ કિલોમીટર અથવા 9 કરોડ 29 લાખ 60 હજાર માઈલ છે.
L1 બિંદુથી સૂર્યનું અંતર 14 કરોડ 85 લાખ કિમી છે, જ્યાં આદિત્ય પહોંચશે.
આદિત્ય એલ-1 15 લાખ કિલોમીટરની આ યાત્રા 120 દિવસમાં એટલે કે 4 મહિનામાં પૂર્ણ કરશે.
પૃથ્વી સૂર્યથી ખૂબ દૂર હોવાને કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવામાં 8.3 મિનિટનો સમય લાગે છે.
આદિત્ય સૂર્યના રહસ્યોને ઉજાગર કરશે, જેમાં ભ્રમણકક્ષાનું તાપમાન, સૌર તોફાન, સૂર્યપ્રકાશ વગેરેનો સમાવેશ થાય છે.