કોરોના વાયરસથી રિકવર થયા બાદ આટલું જરૂર કરજો, થશે આટલા ફાયદા
કોરોનાની સંક્રમણની બીજી લહેરમાં કોરોના સંક્રમણના ગંભીર કેસન સંખ્યા વધી રહી છે. આ સ્થિતિમાં કોવિડથી રિકવર થયા બાદ પણ હેલ્થ પર ધ્યાન આપવું જરૂરી છે. એક્સપર્ટના મત મુજબ ફેફસામાં સંક્રમણ ખતમ થયા બાદ પણ તેની કેટલીક સાઇડ ઇફેક્ટ શરીરમાં વર્તાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોવિડના દર્દીને કોવિડથી રિકવરી બાદ પણ કેટલાક કેસમાં નબળાઇ અનુભવાય છે. આ સ્થિતિમાં પોષ્ટિક આહાર અને પુરતી ઊંઘ લેવી અનિવાર્ય છે.
કોવિડ-19ના દર્દીની ઇમ્યુન સિસ્ટમ લો થઇ ગઇ હોય છે. ઉપરથી સ્ટીરોડ ડોઝ પણ રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે. આ સ્થિતિમાં ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરતી દરેક પ્રવૃતિ કરવી જોઇએ
વિટામીન ડી માટે સવારે અડધી કલાક સવારનો કૂમળો તાપ લો. તેનાથી શરીરમાં ઉર્જાનું સંચાર થશે અને પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી પણ મળી રહેશે.
કોવિડ બાદ યોગ હળવા આસન અને પ્રાણાયામ કરવો ખૂબ જ જરૂરી છે. ફેફસાં મજબૂત કરવા યોગ, પ્રાણાયામ જેવી કસરતો કરવી જ જોઈએ. ઓમકારનું ઉચ્ચારણ, અને પ્રાણાયામ આવકાર્ય છે