મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA

મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA

Continues below advertisement

મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત

Continues below advertisement
1/6
લગભગ એક દાયકા પહેલા જ્યારે બિહારની એક કિશોરીએ પોતાના સુરીલા અવાજથી સંગીતની દુનિયામાં પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું હતું, ત્યારે બહુ ઓછા લોકોએ કલ્પના કરી હશે કે આ જ છોકરી એક દિવસ રાજકારણમાં પ્રવેશ કરશે. લોક ગાયિકામાંથી રાજકારણી બનેલી 25 વર્ષીય મૈથિલી ઠાકુર હવે બિહાર વિધાનસભામાં ચૂંટાયેલી સૌથી નાની ઉંમરની નેતા બની છે, તેણે અલીનગર મતવિસ્તારમાંથી આરજેડીના દિગ્ગજ બિનોદ મિશ્રાને 11,730 મતોથી હરાવ્યા છે.
2/6
લોક ગાયિકામાંથી રાજકારણી બનેલી મૈથિલી ઠાકુર બિહારની વિધાનસભામાં ચૂંટાયેલી સૌથી નાની ઉંમરની ધારાસભ્ય છે.
3/6
અલીનગરમાં મતગણતરીના 25મા અને અંતિમ રાઉન્ડમાં મૈથિલી ઠાકુર 84,915 મતો સાથે વિજયી બન્યા, જ્યારે આરજેડી ઉમેદવાર બિનોદ મિશ્રા 73,185 મતો સાથે બીજા ક્રમે રહ્યા.
4/6
25 વર્ષીય મૈથિલી ઠાકુરે કહ્યું હતું કે, "હું અલીનગરમાં એક ઘર બનાવવા માંગુ છું અને તેને મારું કાયમી નિવાસસ્થાન બનાવવા માંગુ છું. હું બીજે ક્યાંય રહેવા માંગતી નથી."
5/6
મૈથિલી ઠાકુર એક પ્રખ્યાત ગાયિકા છે જે મુખ્યત્વે તેના શાસ્ત્રીય સંગીત, લોકગીતો, ભજનો અને મૈથિલી-ભોજપુરી ગીતો માટે જાણીતી છે. તેનો જન્મ 25 જુલાઈ, 2000 ના રોજ બિહારના મધુબની જિલ્લાના બેનીપટ્ટીમાં થયો હતો.
Continues below advertisement
6/6
તેના પિતા, રમેશ ઠાકુર, એક સંગીત શિક્ષક છે અને તેની માતા, ભારતી ઠાકુર, એક ગૃહિણી છે. મૈથિલી બાળપણથી જ સંગીતને સમર્પિત છે, અને તેના બે નાના ભાઈઓ, ઋષભ અને અયાચી પણ તેની સાથે પર્ફોર્મ કરે છે.(તમામ તસવીરો maithili thakur -FB)
Sponsored Links by Taboola