Amrit Bharat Train: જલદી લોન્ચ થશે અમૃત ભારત ટ્રેન, જાણો તેના ખાસ ફિચર્સ અને રૂટ સહિતની જાણકારી
Amrit Bharat Train Launch: વડાપ્રધાન મોદી 30 ડિસેમ્બરે દેશને પ્રથમ બે અમૃત ભારત ટ્રેન ભેટ કરશે. ચાલો જાણીએ આ ટ્રેનની ખાસ વિશેષતાઓ વિશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશને વંદે ભારતની ભેટ આપ્યા બાદ હવે રેલવે ટૂંક સમયમાં દેશમાં અમૃત ભારત ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. અમે તમને આ ટ્રેનના ખાસ ફીચર્સ અને રૂટ વિશે જણાવી રહ્યા છીએ.
30 ડિસેમ્બરે અયોધ્યામાં પીએમ મોદી દેશને બે અમૃત ભારત ટ્રેન પણ ભેટ આપવાના છે.
દેશની પ્રથમ અમૃત ભારત ટ્રેન અયોધ્યાથી બિહારના દરભંગા વચ્ચે ચલાવવામાં આવશે.
બીજી ટ્રેન પશ્ચિમ બંગાળના બેંગલુરુ અને માલદા વચ્ચે દોડશે. આ ટ્રેનના ઉદ્ઘાટન પહેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી સ્ટેશન પર આ ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું.
રેલવે મંત્રીએ કહ્યું છે કે વંદે ભારતની જેમ આ ટ્રેનમાં પણ પુશ-પુલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ટ્રેનને 100ની સ્પીડ સુધી પહોંચવામાં થોડી જ મિનિટો લાગશે. આ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
અમૃત ભારત ટ્રેનમાં 8 જનરલ કોચ, 12 સેકન્ડ ક્લાસ 3-ટાયર સ્લીપર કોચ સહિત કુલ 22 કોચ હશે. જેમાં એક સાથે 1800 જેટલા મુસાફરો મુસાફરી કરી શકશે. સીસીટીવી કેમેરાની સાથે આ ટ્રેનમાં આધુનિક શૌચાલય, સેન્સર વોટર ટેપ, મેટ્રો જેવી એનાઉન્સમેન્ટની સુવિધા હશે.