કુંભમાં લાખો શ્રધ્ધાળુઓએ લગાવેલી ડૂબકીથી હરિદ્વારમાં કોરોનાના ભયંકર રોગચાળાનો ખતરો, કોણે આપી ચેતવણી ?
કોવિડની મહામારી વચ્ચે મહાકુંભમાં હરિદ્રારમાં થયેલું શાહી સ્નાન મોટો ખતરો ઉભો કરી શકે તેમ છે. 12થી 14 એપ્રિલ સુધીમાં 46 લાખ લોકો અને 31343 સંતોએ ડુબકી લગાવી હતી. આ ઘટના બાદ 1854 લોકો પોઝિટિવ આવ્યાં છે. જે ગુરૂવારે વધીને 2483 પર પહોંચી છે. હાલ અનેક સાધુ સંતો અને શ્રદ્ધાળું બીમાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂડકી વીવીના વૈજ્ઞાનિક અને નિષ્ણાતોએ શાહી સ્નાન કારણે અનેક ગણું સંક્રમણ ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, કોરોના વાયરસ સૂકી સપાટી કરતા વધુ પાણીમાં એક્ટિવ રહે છે.
વૈજ્ઞાનિકોએ આપેલા આ તારણના આધારે વાત કરીએ તો ગંગાના પ્રવાહ સાથે કોરોના વાયરસનો ફેલાવો વધુ વિસ્તારમાં થઇ શકે છે. વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યાં છે કે, ગંગા સ્નાન અને લાખોની ભીડની અસર આવનાર દિવસોમાં મહામારીના રૂપે જોવો મળશે.
હાલ અખાડાના 40 સંતો કોરોના પોઝિટિવ છે. અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિ હાલ હોસ્પિટલમાં છે. મહામંડલેશ્વર કપિલ દાસનું મૃત્યુ થઇ ચૂક્યું છે. વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સંદીપ શુકલાએ મહામારીમાં લાખોની ભીડને ખૂબ જ ચિંતાજનક સ્થિતિ ગણાવી.
ડોક્ટર શુકલાએ જણાવ્યું કે કોરોના વાયરસ સૂકી સપાટી કરતા પાણીમાં વધુ સક્રિય રહે છે. રિસર્ચમાં ખૂલાસો થયો છે કે, પાણીમાં તેની એક્ટિવનેસનું ડ્યુરેશન પણ વધુ હોય છે. આ કારણે પણ આ શાહી સ્નાન ઘાતક સાબિત થઇ શકે છે અને માહામારીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી શકે છે.
ગુરૂકુળ કાંગડી વિશ્વવિદ્યાલયના માઇક્રોબાયોલોજી વિભાધ્યક્ષ રમેશચંદ્ર દુબેએ કહ્યું કે, હરિદ્રારમાં સંક્રમણ આશંકા અનેક ગણી વધી ગઇ છે. વાયરસ સામાન્ય તાપમાનમાં જીવિત રહે છે અને સંક્રમિત વ્યક્તિથી મલ્ટીપ્લાઇ થાય છે.