Assam Flood: આસામમાં પૂરથી હાહાકાર! 300 ગામો ડૂબી ગયા, 1 લાખ લોકોને થઈ સીધી અસર
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના પૂર (Assam Flood) અહેવાલ મુજબ, એકલા કરીમગંજ જિલ્લામાં લગભગ 96,000 લોકો પૂર (Assam Flood)થી પ્રભાવિત થયા છે. આ પછી, નાગાંવમાં લગભગ 5,000 લોકો પ્રભાવિત થયા છે અને ધેમાજીમાં 3,600 થી વધુ લોકો પૂર (Assam Flood)ના પાણીમાં ફસાયેલા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસામના ભાગો અને પડોશી રાજ્યોમાં સતત વરસાદને કારણે શક્તિશાળી બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ASDMA અનુસાર, બ્રહ્મપુત્રા નદીની ઉપનદી કોપિલી નદીનું જળ સ્તર પણ નાગાંવ જિલ્લાના કામપુરમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.
કરીમગંજ જિલ્લામાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 20 જૂન સુધી આસામ અને મેઘાલય સહિત દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
ASDMAએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યના 309 ગામો પાણીમાં ડૂબી ગયા છે અને રાજ્યભરમાં 1,005.7 હેક્ટરમાં વાવેતર કરાયેલ પાકને નુકસાન થયું છે. આસામની રાજધાની ગુવાહાટીના ઘણા વિસ્તારો પણ વરસાદને કારણે ડૂબી ગયા છે.
પૂર (Assam Flood)ની સ્થિતિને ધ્યાનમાં રાખીને આસામ સરકારે 11 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે. આ શિબિરોમાં 3,168 લોકોએ આશ્રય લીધો છે. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ રાજધાની ગુવાહાટીના અનિલ નગર અને ચાંદમારી વિસ્તારના રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ગયા હતા.
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે કરીમગંજ જિલ્લામાં પાણીનું સ્તર ઉપર અને નીચે જઈ રહ્યું છે. નદીની વચ્ચે એક પ્રતિમા છે અને જ્યારે પાણી તેની ગરદન સુધી પહોંચે છે ત્યારે અમને ખ્યાલ આવે છે કે પાણીનું સ્તર વધી ગયું છે, તેમણે કહ્યું.