Ayodhya Railway Station: સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય, કોઇ એરપોર્ટથી કમ નથી 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન, જુઓ શાનદાર તસવીરો
Ayodhya Dham Railway Station: અયોધ્યાના પુનઃવિકાસિત 'અયોધ્યા ધામ' રેલ્વે સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે આધુનિકતાની સાથે લોકો સંસ્કૃતિને પણ જોઈ શકે. આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન ખરેખરમાં સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય છે, કેમ કે જોવામાં આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન કોઈ એરપોર્ટથી કમ નથી લાગતુ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅયોધ્યા ધામ રેલવે સ્ટેશનઃ જાન્યુઆરીમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા પીએમ મોદી દેશવાસીઓને ખાસ ભેટ આપી રહ્યા છે. આ અંતર્ગત અયોધ્યાને નવા રેલવે સ્ટેશનની ભેટ પણ મળી છે.
અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનને ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન એરપોર્ટથી ઓછું નથી લાગતું. આ રેલવે સ્ટેશનને કુલ ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે.
તેનું પુનઃનિર્માણ 240 કરોડમાં કરવામાં આવી રહ્યું છે. નવું રેલવે સ્ટેશન કુલ ત્રણ માળનું બની રહ્યું છે. આધુનિક સુવિધાઓની સાથે, તમે આ રેલ્વે સ્ટેશનમાં શ્રી રામ મંદિરની સંસ્કૃતિ અને છબી પણ જોશો.
રેલવે સ્ટેશનની બહારનો મુખ્ય ભાગ શાહી તાજના રૂપમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ભગવાન રામનું પ્રતીકાત્મક ડિઝાઇન અને ધનુષ્ય પણ છે.
આ રેલ્વે સ્ટેશનમાં મુસાફરોની સુવિધા માટે ઘણી સુવિધાઓ છે જેમ કે ફૂડ પ્લાઝા, વેઈટીંગ હોલ, ચાઈલ્ડ કેર રૂમ, ક્લોક રૂમ વગેરે.
આ સાથે લિફ્ટ, એસ્કેલેટર, પ્રવાસીઓ માટે માહિતી કેન્દ્ર, ટેક્સી વે જેવી અનેક મહત્વપૂર્ણ સુવિધાઓ પણ એરપોર્ટ પર છે.
અયોધ્યાના રેલવે સ્ટેશનને દરરોજ 1 લાખ મુસાફરોને હેન્ડલ કરવા માટે વિકસાવવામાં આવી રહ્યું છે.