ભૂમિ પૂજન પહેલા સામે આવી ભવ્ય રામ મંદિર મૉડલની અદભૂત તસવીરો, જુઓ એક ક્લિકમાં....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅયોધ્યામાં બનનારા રામ મંદિરનો આકાર મોટો અને ભવ્ય હશે. મંદિરના મુખ્ય વાસ્તુકાર સી. સોમપુરાના પુત્ર અને વાસ્તુકાર નિખિલ સોમપુરાએ થોડાક દિવસો પહેલા કહ્યું હતુ કે મંદિરની છેલ્લી ડિઝાઇન 1988માં તૈયાર કરવામાં આવી હતી.. તેને 30 વર્ષથી વધુ સમય વીતી ગયો છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ ટ્વીટ કરીને કહ્યું- શ્રી રામ જન્મભૂમિ મંદિર ભવ્યતા અને દિવ્યતાની અદ્વિતિય કૃતિની રીતે વિશ્વ પટલ પર ઉભરશે. મંદિરના આંતરિક અને બાહ્ય સ્વરૂપની કેટલીક તસવીરો છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ મંદિરના મૉડલની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જે દેખાવમાં એકદમ ભવ્ય લાગી રહી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ કેટલીક તસવીરો ટ્વીટ કરી છે, અને સંવાદદાતા સંમેલનને જણાવ્યુ કે મુખ્ય સમારોહ માટે આમંત્રિત કરવામાં આવેલા 175 લોકોમાંથી 135 સંત છે, જે જુદાજુદા આધ્યાત્મિક પરંપરાઓનો ભાગ છે.
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ નિર્માણ માટે ભૂમિ પૂજન પહેલા ધાર્મિક ગતિવિધિઓ શરૂ થઇ ચૂકી છે. કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -