Ayushman Card Document: આ દસ્તાવેજો વિના નહી બને તમારુ આયુષ્યમાન કાર્ડ
Ayushman Card Document: આયુષ્માન યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે પરંતુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે આ દસ્તાવેજ જરૂરી છે. આના વિના કાર્ડ બની શકશે નહીં આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સભાન હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ વ્યક્તિને ક્યારે કોઈ રોગ થશે કે કોઈ અકસ્માત થશે તે કહી શકાય નહીં. એટલા માટે ઘણા લોકો સ્વાસ્થ્ય વીમો પણ લે છે.
કારણ કે લોકો સારવાર પાછળ ઘણા પૈસા ખર્ચે છે. પરંતુ જ્યારે આરોગ્ય વીમો હોય તો લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.
ભારતમાં દરેક પાસે સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટે પૈસા નથી. ભારત સરકાર આવા લોકોને મદદ કરે છે. આ માટે સરકારે વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે.
આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. યોજના હેઠળ આયુષ્માન કાર્ડ મેળવવા માટે આ દસ્તાવેજ જરૂરી છે.
યોજના માટે અરજી કરવા માટે લાભાર્થીઓ પાસે સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓળખ કાર્ડ હોવું આવશ્યક છે. જો તમારી પાસે તે નહીં હોય તો તમે યોજના માટે અરજી કરી શકશો નહીં.જો તમે સ્કીમ માટે અરજી કરવા માંગતા હોવ તમારી પાસે તમારા ઓળખ કાર્ડ સહિતના દસ્તાવેજો સાથે હોવા જ જોઈએ. તમે તે લઈને કોમન સર્વિસ સેન્ટરમાં અરજી કરી શકો છો.