આયુષ્માન કાર્ડ: એક પરિવારમાં કેટલા સભ્યો કાર્ડ મેળવી શકે છે? જાણો મહત્વપૂર્ણ નિયમો

Ayushman card rules 2025: શું તમારા પરિવારના દરેક સભ્ય આયુષ્માન કાર્ડ માટે પાત્ર છે? સરકારના નિયમો અને યોગ્યતા માપદંડો વિશે જાણકારી મેળવો.

આજના સમયમાં, આરોગ્ય દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ છે, અને બીમારીઓનો તબીબી ખર્ચ વ્યક્તિને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે. દરેક વ્યક્તિ આરોગ્ય વીમો લઇ શકે તેમ નથી હોતું, અને ગરીબ તથા જરૂરિયાતમંદ લોકો માટે મોંઘી સારવાર કરાવવી એક સ્વપ્ન સમાન બની જાય છે.

1/6
આવા લોકોને મદદરૂપ થવા માટે ભારત સરકાર પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના ચલાવી રહી છે, જે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર પ્રદાન કરે છે.
2/6
આ યોજના હેઠળ, પાત્ર લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને તેઓ યોજના હેઠળ સૂચિબદ્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકે છે.
3/6
ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠતો હોય છે કે, એક જ પરિવારમાંથી કેટલા લોકો આયુષ્માન કાર્ડ કઢાવી શકે છે? શું આ કાર્ડ મેળવવા માટે પરિવારના સભ્યોની સંખ્યા પર કોઈ મર્યાદા છે? તો ચાલો આજે આ પ્રશ્નનો જવાબ જાણીએ.
4/6
વાસ્તવમાં, ભારત સરકારે આ યોજના અંતર્ગત પરિવારના સભ્યોની સંખ્યાને લઈને કોઈ નિયમો કે મર્યાદા નક્કી કરી નથી. એટલે કે, જો તમારા પરિવારના તમામ સભ્યો યોજના માટેની યોગ્યતા ધરાવતા હોય, તો તેઓ દરેક આયુષ્માન કાર્ડ મેળવી શકે છે.
5/6
આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના વધુને વધુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે.
6/6
જો તમે આ યોજના માટે તમારી પાત્રતા ચકાસવા માંગતા હો, તો તમે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાની સત્તાવાર વેબસાઇટ pmjay.gov.in ની મુલાકાત લઇ શકો છો. વધુ માહિતી માટે અથવા તો સહાયતા માટે, તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ની પણ મુલાકાત લઇ શકો છો.
Sponsored Links by Taboola