New Delhi: દિલ્હી પહોંચ્યા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, એરપોર્ટ પર કરાયુ ભવ્ય સ્વાગત

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની ચાર દિવસ યાત્રા પર દિલ્હી પહોંચ્યા છે.

બાંગ્લાદેશના વડાપ્રધાન

1/7
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની ચાર દિવસ યાત્રા પર દિલ્હી પહોંચ્યા છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉ.એ.કે.અબ્દુલ મોમેને રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "તેઓ એક સત્તાવાર મુલાકાત છે અને તેઓ (હસીના) ભારતીય વડાપ્રધાન મોદીના આમંત્રણ પર દિલ્હી જઈ રહ્યા છે. મોમેને કહ્યું કે શેખ હસીના અને મોદી વચ્ચેની બેઠક દરમિયાન સુરક્ષા સહયોગ, રોકાણ, વેપાર સંબંધોમાં વધારો , પાવર અને ઉર્જા ક્ષેત્રે સહકાર, નદીઓની વહેંચણી, જળ સંસાધન વ્યવસ્થાપન, સરહદ વ્યવસ્થાપન અને માદક દ્રવ્યોની હેરાફેરી અને માનવ તસ્કરીને લગતા મુદ્દાઓ વચ્ચેની વાટાઘાટો દરમિયાન પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતા છે.બાંગ્લાદેશના વિદેશમંત્રી પણ શેખ હસીના સાથે ભારત પ્રવાસ પર છે. મુલાકાત દરમિયાન જે કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે તેમાં જળ વ્યવસ્થાપન, રેલવે, વિજ્ઞાન અને ટેકનોલોજી અને માહિતી અને પ્રસારણ અંગેના કરારોનો સમાવેશ થાય છે.
2/7
બાંગ્લાદેશના વિદેશમંત્રી પણ શેખ હસીના સાથે ભારત પ્રવાસ પર છે. મુલાકાત દરમિયાન જે કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે તેમાં જળ વ્યવસ્થાપન, રેલવે, વિજ્ઞાન અને ટેકનોલોજી અને માહિતી અને પ્રસારણ અંગેના કરારોનો સમાવેશ થાય છે.
3/7
વિદેશ મંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશને આશા છે કે ઉચ્ચ સ્તરીય મુલાકાત "અમારા લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરૂપ" અને અત્યંત સફળ થશે. ત્રણ વર્ષ બાદ શેખ હસીનાની આ પ્રથમ ભારત મુલાકાત છે. અગાઉ તે 2019માં ભારત આવ્યા હતા.
4/7
શેખ હસીનાના પ્રતિનિધિમંડળમાં વિદેશમંત્રી, વાણિજ્યપ્રધાન ટીપૂ મુંશી, રેલવે પ્રધાન મોહમ્મદ નુરુલ ઇસ્લામ સુઝાન, મુક્તિ યુદ્ધમંત્રી એકે એમ મોઝમ્મેલ હક અને વડાપ્રધાનના આર્થિક બાબતોના સલાહકાર મસીઉર એકે એમ રહેમાનનો સમાવેશ થાય છે.
5/7
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો અને પરસ્પર વિશ્વાસ અને સમજણ પર આધારિત બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે.
6/7
તેમની મુલાકાત દરમિયાન શેખ હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડન સાથે પણ મુલાકાત કરશે.
7/7
બાંગ્લાદેશના વડાપ્રધાન
Sponsored Links by Taboola