Election 2024: મત આપતા અગાઉ જરૂર તપાસો ઉમેદવારોના નામ, ઘરે બેઠા જુઓ આખી યાદી
Election 2024: આ વખતે લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાઈ રહી છે, તમામ રાજ્યોમાં અલગ-અલગ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તમારા માટે અનેક પ્રકારની માહિતી હોવી જરૂરી છે. આ વખતે લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાઈ રહી છે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમતદાન કરતા પહેલા ઘણા લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો હોય છે. કેટલાંક લોકોને એ પણ ખબર નથી કે કયા ઉમેદવારો મેદાનમાં છે.
જો તમારી પાસે પણ ઉમેદવારો વિશે માહિતી નથી, તો મતદાન કરતા પહેલા ચોક્કસથી તેને તપાસો, કારણ કે તમારે જાણવું જોઈએ કે તમે કયા ઉમેદવારને મત આપી રહ્યા છો.
ઉમેદવારોની યાદી તપાસવા માટે તમારે affidavit.eci.gov.in વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. અહીં તમે સંપૂર્ણ યાદી જોઇ શકશો.
તમારે તમારો લોકસભા મતવિસ્તાર પસંદ કરવો પડશે. ત્યારપછી તમે એવા તમામ ઉમેદવારોના નામ જોશો જેમનું ચૂંટણી ચિન્હ EVM પર હશે.
જો તમે મતદાર યાદીમાં તમારું નામ તપાસવા માંગતા હોવ તો તમે તેને ઘરે બેઠા ચકાસી શકો છો. આ માટે તમારે electoralsearch.eci.gov.in પર જવું પડશે.