Snow Fall: સ્નોફોલ જોવા માટે આ છે ભારતની શ્રેષ્ઠ જગ્યા, એક છે મિની સ્વિત્ઝર્લેન્ડ
ઉત્તરભારતમાં બરફ વર્ષાની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં સ્નોફોલ જોવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બર-જાન્યુઆરીનો હોય છે. ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર સિત અનેક જગ્યાએ સ્નોફોલ માણી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમનાલી હિમાચલ પ્રદેશઃ મનાલીમાં સિઝનની પ્રથમ બરફ વર્ષા થઈ થઈ છે. જાન્યુઆરી આવતાં સમગ્ર શહેર બરફની ચાદરથી ઢંકાઈ જાય છે.
અલ્મોડા, ઉત્તરાખંડઃ અલ્મોડા ઉત્તરાખંડનું જાણીતું ટૂરિસ્ટ સ્પોટ છે. અહીં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સ્નોફોલ થાય છે.
ગુલમર્ગ, જમ્મુ-કાશ્મીરઃ ગુલમર્ગનો નજારો ડિસેમ્બર મહિનામાં ટૂરિસ્ટને મંત્રમુગ્ધ કરી દે છે. અહીંયા સ્નોફોલ ઉપરાંત સ્કીઇંગ અને કેબલ કાર રાઇડિંગની મજા લઈ શકાય છે.
ધનોલ્ટી, ઉત્તરાખંડઃ ટિહરી ગઢવાલ જિલલામાં આવેલું ધનોલ્ટી શ્રેષ્ઠ હિલસ્ટેશન છે. અહીંયા તમે સ્કીઈંગનો આનંદ લઈ શકો છો. ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે અહીં સ્નોફોલ થાય છે.
ઔલી, ઉત્તરાખંડઃ ઔલીને ભારતનું મિની સ્વિત્ઝર્લેન્ડ કહેવાય છે. નવેમ્બરથી માર્ચ સુધી ટૂરિસ્ટની ભીડ રહે છે. ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સ્નોફોલ થાય છે. ઔલીમાં સફરજનના બગીચા પણ જોઈ શકો છો.
(તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર)