Bhagwant Mann Marriage: ગુરપ્રીત કૌર અને મુખ્યમંત્રી ભગવંત માનના થયા લગ્ન, જાણો ક્યા દિગ્ગજ નેતા રહ્યા હાજર?
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચંદીગઢ સ્થિત તેમના નિવાસસ્થાને ડૉ.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબના સીએમ ભગવંત માને ચંદીગઢમાં પરિવારના સભ્યો અને આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વની હાજરીમાં ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા.
ભગવંત માનના લગ્નમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે પહોંચ્યા હતા. ઉપરાંત રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા પણ સામેલ થયા હતા.
સાંસદ રાઘવ ચઢ્ઢાએ સીએમ ભગવંત માન સાથેની તસવીર ટ્વીટ કરી અભિનંદન આપ્યા હતા.
ભગવંત માનના લગ્નમાં મહેમાનોને મગ દાળનો હલવો, અંગૂરી રસમલાઈ અને ડ્રાય ફ્રૂટ રબડી સહિત અનેક પ્રકારના સલાડ પીરસવામાં આવ્યા હતા.
અગાઉ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આજે ખુશીનો દિવસ છે. મારા નાના ભાઇ આજે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. દુનિયાની તમામ ખુશી માનજીને મળે.
નોંધનીય છે કે ભગવંત માનના આ બીજા લગ્ન છે. છ વર્ષ અગાઉ તેમના પ્રથમ પત્ની સાથે ડિવોર્સ થયા હતા. તેમની પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે.
ગુરપ્રીત કૌર