ભારતીય જનતા પાર્ટી અનેક રાજ્યોમાં સંગઠનમાં કરશે ધરખમ ફેરફારો
ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં ધરખમ ફેરફાર કરશે. દેશના અનેક રાજ્યોમાં સંગઠનમાં આ ફેરફાર કરવામાં આવશે. ભાજપની સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા સદસ્યતા અભિયાન સાથે શરૂ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સંગઠન ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે નહીં. આ રાજ્યોમાં પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેંદ્રીત કરશે. બાકી રાજ્યોમાં પાર્ટી નવા સભ્ય અભિયાન સાથે સંગઠનમાં ફેરફાર કરશે.
રાષ્ટ્રીય સ્વયંસેવ સંઘ સાથે 21 જુલાઈથી ત્રણ દિવસ સુધી કેરળમાં યોજાનારી સમન્વય બેઠક બાદ પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તરે ઘણા બદલાવ જોવા મળી શકે છે. સંઘ સાથેની બેઠક બાદ જ એ નક્કી થશે કે પાર્ટી આગામી સંગઠનાત્મક ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી કોઈ કાર્યકારી અધ્યક્ષની નિયુક્તિ કરે છે કે ત્યાં સુધી જેપી નડ્ડાના નેતળત્વમાં જ આગળ વધશે.
આ ઉપરાંત રાજ્યના મોટા નેતાઓ વચ્ચે પણ સતત નિવેદનબાજી થઈ રહી છે. ભાજપ નેતળત્વએ ગુરુવારે રાતે બિહાર અને રાજસ્થાનમાં નવા પ્રદેશ અધ્યક્ષોની નિયુક્તિ કરી હતી. મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે કેટલાક વધુ રાજ્યોમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક થઈ શકે છે.
ખાસ કરીને એવા રાજ્યો કે જ્યાં પાર્ટીને ભવિષ્યમાં સંગઠનની દ્રષ્ટિથી પોતાની તૈયારી સારી કરવાની છે. જો કે આ નિયુક્તિઓથી પાર્ટીની સંગઠન ચૂંટણી પર કોઈ પ્રભાવ પડશે નહીં.
સંગઠન ચૂંટણીમાં આ રાજ્યોમાં નવા અધ્યક્ષ ફરીથી આવી શકે છે. જેમાંથી કેટલાક રાજ્યોમાં જ્યાં હાલ નવા અધ્યક્ષ બન્યા છે તેમને યથાવત રાખવામાં આવી શકે છે.