Brutally Murder Cases: કોઈએ દિવાલમાં ચણાવ્યા તો કોઈએ 32 ટુકડા કર્યા, આ પ્રેમીઓએ રમી લોહિયાળ રમત

હાલમાં જ મેરઠથી એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. હત્યા બાદ તેની લાશના 15 ટુકડા કરી ડ્રમમાં ભરીને ઉપર સિમેન્ટથી ઢાંકી દેવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બીજો મામલો નિક્કી યાદવનો છે, જેમાં તેની ડેડ બોડીને ઢાબાના ફ્રીજમાં સંતાડી દેવામાં આવી હતી. ફેબ્રુઆરી 2023 માં, તેના લિવ-ઇન પાર્ટનર સાહિલ ગેહલોતે નિકીની હત્યા કરી અને તેના મૃતદેહને દિલ્હી પશ્ચિમના મિત્રાઓન ગામમાં તેના ઢાબાના ફ્રિજમાં છુપાવી દીધું.

તમે શ્રદ્ધા વોકર કેસ વિશે તો સાંભળ્યું જ હશે. 18 મે, 2022 ના રોજ, 28 વર્ષીય આફતાબ પૂનાવાલાએ તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલ્કરની ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી, તેણે ઓળખ છુપાવવા માટે મૃતદેહના 32 ટુકડા કરી નાખ્યા.
સપ્ટેમ્બર 2023માં બેંગલુરુના એક એપાર્ટમેન્ટમાં મહાલક્ષ્મી નામની 29 વર્ષની મહિલાની હત્યા કરવામાં આવી હતી. આરોપી મુક્તિ રંજન પ્રતાપ રેએ તેના શરીરના 59 ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં, થોડા દિવસોમાં, તેણે ઓડિશામાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી.
આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના પાલઘરમાં સામે આવ્યો છે. જેમાં 49 વર્ષીય હરીશ હિપ્પરગી નામના વ્યક્તિએ તેની પત્ની ઉત્પલાની હત્યા કરી તેનું માથું કાપી નાખ્યું હતું. આ પછી માથું ટ્રાવેલ બેગમાં મૂકીને નિર્જન વિસ્તારમાં ફેંકી દીધું હતું.
34 વર્ષીય સરસ્વતી વૈદ્યનું વિકૃત મૃતદેહ જૂન 2023માં મુંબઈના મીરા રોડ ખાતેથી મળી આવ્યું હતું. આ કિસ્સામાં તેના લિવ-ઈન પાર્ટનરએ શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને પછી તેને કૂકરમાં ઉકાળીને તળવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેના ઘરેથી રાંધેલી લાશ મળી આવી હતી.
જાન્યુઆરી 2025માં હૈદરાબાદમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો હતો. જેમાં પૂર્વ સૈનિક ગુરુ મૂર્તિએ તેની પત્ની વેંકટ માધવીની હત્યા કરી હતી અને ત્યારબાદ તેના ટુકડા કરી લાશને કુકરમાં ઉકાળી હતી. તેણે માંસ અને હાડકાંને ત્રણ દિવસ સુધી ઉકાળ્યા અને પછી તેને તળાવમાં ફેંકી દીધા.