CBSEએ ધોરણ 12ની ટર્મ-2ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું, જાણો વિષયવાર ટાઈમ ટેબલ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે ધોરણ 12ની ટર્મ 2ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. 26 એપ્રિલથી આ પરીક્ષા શરુ થશે. આ પહેલાં 5 જુલાઈના રોજ CBSEએ જાહેર કર્યું હતું કે, 2022ની બોર્ડની પરીક્ષા બે ટર્મમાં યોજાશે જેમાં ટર્મ 1ની પરીક્ષા પુર્ણ થઈ ચુકી છે ત્યારે હવે ટર્મ-2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે 26 એપ્રિલ 2022થી ધોરણ 12ની પરીક્ષાઓ શરુ થશે. વિવિધ પ્રવાહો અને વિવિધ વિષયોની આ પરીક્ષા 15 જુન 2022 સુધી ચાલશે. પરીક્ષાના બધા પેપરનો સમય સવારે 10.30નો રાખવામાં આવ્યો છે જે વિષય પ્રમાણે 11.30થી 12.30 સુધીનો રહેશે.
પરીક્ષા દરમ્યાન બોર્ડે કોરોના નિયમોના પાલન કરવા માટે સુચના આપી છે. જેમાં કહેવાયું છે કે, માતા-પિતા પોતાના બાળકને કોરોના નિયમના પાલન માટે સુચનાઓ આપશે.
આ સાથે વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમ્યાન સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. વધુ વિગતો માટે www.cbse.gov.in સાઈટ પર અપડેટ જોવા માટે બોર્ડ દ્વારા કહેવાયું છે.