Chandrayaan-3 સક્સેસ જશો તો ભારત થઇ જશે માલામાલ, જાણો ચંદ્ર પર કયા કયા ખનીજોનો છે ભંડાર....
Chandrayaan-3 Landing Details: ભારતનું ચંદ્રયાન-3 બહુ જલદી ચંદ્રની જમીન પર ઉતરવા જઈ રહ્યું છે. જો આજે તેનું સફળ ઉતરાણ થાય છે, તો ભારત ચંદ્ર પર પાણી સહિત બીજા કેટલાય ખનિજો શોધી શકે છે. ભારતનું આ મૂન મિશન અને ચંદ્રયાન-3 મહત્વકાંક્ષી સ્પેસ પ્રૉગ્રામ છે. આનાથી ભારતનું નામ દુનિયામાં ચંદ્રના સાઉથ પૉલ પર ઉતરવા મામલે પ્રથમ નંબરે આવી જશે. ખાસ વાત છે કે, આ મામલે હજુ સુધી કોઇપણ દેશ સફળ નથી થઇ શક્યો. આ બધાની વચ્ચે ખાસ વાત એ છે કે, જો ભારત અહીં સફળ થાય છે, તો ભારત માલામાલ દેશ બની શકે છે......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપણે ચંદ્ર પર મળી આવતા ખનીજની વાત કરીએ તો ચંદ્ર પર અનેક પ્રકારના ખનિજો મળવાની વાત સામે આવી છે. જોકે, ભારતના ચંદ્રયાન-1 એ ત્યાં બરફની હાજરી વિશે જણાવ્યું હતું, જેના પછી ત્યાં પાણીની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્ર પર હાઇડ્રૉજન, ઓક્સિજન, સિલિકૉન, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યૂમિનિયમ, મેંગેનીઝ અને ટાઇટેનિયન જેવી વસ્તુઓ છે અને બીજા ઘણાબધા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે.
નેશનલ સાયન્સ સોસાયટીના એક રિપોર્ટ અનુસાર બેરિલિયમ, લિથિયમ, ઝિર્કોનિયમ, નિઓબિયમ, ટેન્ટેલમ વગેરે જેવા ઘણા દુર્લભ ખનિજો પણ ચંદ્ર પર મળવાની શક્યતા છે.
જો આપણે માત્ર ધાતુની વાત કરીએ તો ચંદ્રની સપાટી પર આયર્ન, ટાઇટેનિયમ, એલ્યૂમિનિયમ, સિલિકૉન, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરેની શક્યતા વધુ છે.
આ ઉપરાંત હવે પાણીના પુરાવા પણ મળી રહ્યા છે, પરંતુ એવું નથી કે તે પીવાનું પાણી છે.