Chandrayaan-3: લેન્ડિંગને આ છેલ્લી 10 મિનીટ બનાવે છે સક્સેસ, જાણો ત્યારે શું થાય છે, ચંદ્રયાન-2માં ક્યારે આવી હતી ગરબડી ?
Chandrayaan-3 Mission: ચંદ્રયાન-3 મિશન જલદી ચંદ્ર પર ઇતિહાસ રચવાનું છે. 23 ઓગસ્ટની સાંજે વિક્રમ ચંદ્રની ધરતી પર લેન્ડ કરશે અને આ સમયે 10 મિનીટ ખુબ જ ખાસ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપણે જે 10 મિનીટની વાત કરી રહ્યાં છીએ, તે છે વિક્રમની લેન્ડિંગની છેલ્લી મિનીટ, જો અંતિમ આ મિનીટોમાં બધુ ઠીક રહ્યું તો મિશન સફળ થઇ જશે.
ખરેખરમાં, ચંદ્રયાન-2 મિશન દરમિયાન આ સમયે જ ગરબડીથી મિશન સફળ ન હતુ થઇ શક્યુ. જાણો આ છેલ્લી મિનીટોમાં શું શું થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન વિક્રમ યોગ્ય જગ્યાની પસંદગી કરીને ચંદ્ર પર લેન્ડિંગ માટે તૈયાર થાય છે, આ સમયે લેન્ડરની સ્પીડને ખુબ જ ઓછી કરવી પડે છે, અને થ્રસ્ટના બેલેન્સની સાથે આ કામ કરવામાં આવે છે.
સ્પીડ કન્ટ્રૉલ અને લેન્ડિંગની યોગ્ય જગ્યા બાદ આને જમીન પર ઉતારવામાં આવે છે, ઘણીવાર થ્રસ્ટ ઓછી કે વધુ હોવાના કારણે સૉફ્ટ લેન્ડિંગમાં સમસ્યા આવી જાય છે.
આ વખતે લેન્ડરમાં આનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે, અને સ્પીડની સાથે લૉકેશન જોવાની પણ ટેકનોલૉજી પર ખાસ કામ કરવામાં આવ્યુ છે. પછી લેન્ડિંગ થયા બાદ આનાથી રૉવર નીકળે છે, જે ડેટા કલેક્ટર કરે છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પણ રૉવરનું નામ પ્રજ્ઞાન જ છે. આવામાં લેન્ડિંગનો જે સમય છે, તેને સૌથી ખાસ માનવામાં આવે છે.