CM Salary in India: ભારતમાં તેલંગણાના CMનો છે સૌથી વધુ પગાર, MP- છત્તીસગઢ અને રાજસ્થાનના CMની કેટલી છે સેલેરી?
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમ ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ રાજ્યોમાં ટૂંક સમયમાં નવા સીએમ પદ સંભાળશે. અમે તમને જણાવી રહ્યા છીએ આ 5 સીએમમાંથી કોની સેલરી સૌથી વધુ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેલંગણાના મુખ્યમંત્રીનો પગાર ભારતના કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી કરતા વધુ છે. ચૂંટણી પહેલા તેલંગણાના સીએમ કે. ચંદ્રશેખર રાવનો પગાર લગભગ 4,10,000 રૂપિયા હતો. એટલે કે રેવંત રેડ્ડીને પણ આટલો જ પગાર મળશે.
મધ્યપ્રદેશના સીએમ પગારના મામલે દેશમાં 10મા ક્રમે છે. અત્યાર સુધી શિવરાજ સિંહ ચૌહાણને તમામ ભથ્થાં સહિત દર મહિને લગભગ 2 લાખ રૂપિયાનો પગાર મળતો હતો. તેમણે એક ઈન્ટરવ્યુમાં પણ આ પગારની પુષ્ટી કરી હતી.
પગારની બાબતમાં મધ્યપ્રદેશના પાડોશી રાજ્ય છત્તીસગઢના સીએમ પણ સંયુક્ત રીતે 10મા ક્રમે છે. છત્તીસગઢના મુખ્યમંત્રીનો પગાર તમામ ભથ્થાઓ સહિત દર મહિને લગભગ 2 લાખ રૂપિયા છે.
મિઝોરમ આર્થિક રીતે પછાત રાજ્ય છે, પરંતુ સીએમના પગારની દ્રષ્ટિએ તે રાજસ્થાન કરતાં વધુ સારી સ્થિતિમાં છે. અહીંના મુખ્યમંત્રી જોરામથંગા ચૂંટણી પહેલા સુધી 1.84 લાખ રૂપિયાનો પગાર લેતા હતા.
પગાર મામલે રાજસ્થાનના સીએમ 19માં સ્થાને છે. અશોક ગેહલોત સીએમ તરીકે દર મહિને 75,000 રૂપિયા પગાર મેળવતા હતા. તેમને ધારાસભ્ય તરીકે દર મહિને 35,000 રૂપિયાનો પગાર મળતો હતો. આ ઉપરાંત, કેટલાક અન્ય ભથ્થાં સહિત, પગાર દર મહિને લગભગ 175,000 રૂપિયા છે.
તેલંગણાના સીએમ પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સેલેરીમાં બીજા નંબર પર છે, જેમની સેલરી 3,90,000 રૂપિયા છે. આ પછી ત્રીજા સ્થાને મહારાષ્ટ્રના સીએમ આવે છે, તેમનો પગાર લગભગ 3,40,000 રૂપિયા છે.