દાન પેટીમાં ભૂલથી શખ્સનો iPhone પડી ગયો તો મંદિર પ્રશાસને કહ્યું કે તે હવે ભગવાનનો છે, પાછો ન મળે...
હવે આવો જ એક કિસ્સો અરુલ મિગુ કંડાસ્વામી મંદિરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિના હાથમાંથી આઇફોન સરકીને મંદિરના દાન પેટીમાં પડી જતાં તેને દર્શન માટે જવું મુશ્કેલ બન્યું હતું. મંદિરના દાન પેટીમાં આઇફોન પડ્યા બાદ તે વ્યક્તિએ તેને લેવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ મંદિર પ્રશાસને તેને આઇફોન આપવાની ના પાડી દીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે દિનેશે આ ઘટના અંગે મંદિર પ્રશાસનને જાણ કરી હતી. તો ત્યાંના અધિકારીઓએ તેમને કહ્યું, 'દાનપેટીમાં ગયેલી દરેક વસ્તુ મંદિરની સંપત્તિ છે. જેના કારણે દિનેશ તેના ફોન વગર મંદિરેથી પરત ફર્યો હતો. અરુલમિગુ કંડાસ્વામીની પરંપરા મુજબ મંદિરની દાન પેટીઓ મહિનામાં બે વાર ખોલવામાં આવે છે. જ્યારે દાનપેટી ખોલવામાં આવી ત્યારે પણ દિનેશ ફોન માટે મંદિરે પહોંચ્યો હતો અને આઇફોન પરત કરવાની વિનંતી કરી હતી, પરંતુ તેને મોબાઇલ આપવામાં આવ્યો ન હતો.
દિનેશે હિન્દુ ધાર્મિક સંસ્થા અને ચેરિટેબલ એન્ડોમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને મંદિરમાંથી આઇફોન પરત કરવાની માંગ કરી હતી. આ દરમિયાન ટ્રસ્ટીઓએ દિનેશને વિકલ્પ આપ્યો કે અમે તમને આઇફોનને બદલે સિમ કાર્ડ આપી શકીએ છીએ, જેથી તમે ફોનમાંથી મહત્વપૂર્ણ ડેટા લઇ શકો. પરંતુ ત્યાં સુધીમાં દિનેશે નવું સિમકાર્ડ ખરીદીને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.
દરમિયાન મંદિરના કાર્યકારી અધિકારી કુમારવેલે આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'મંદિરની પરંપરા અનુસાર દાન પેટીમાં રાખવામાં આવેલી કોઈપણ વસ્તુ ભગવાનની સંપત્તિ છે. તેથી તે પરત કરી શકાતું નથી.
તેણે કહ્યું, 'શક્ય છે કે દિનેશે આઇફોનને દાન માનીને દાન પેટીમાં મૂક્યો હોય અને તે પછી તેનો નિર્ણય બદલાયો હોય. તેમણે કહ્યું કે દાનપેટીને લોખંડની વાડથી સુરક્ષિત કરવામાં આવે છે, તેથી તેમાં ફોન પડવો મુશ્કેલ છે.