ચીનનુ જૈવિક હથિયાર છે કોરોના વાયરસ? 2015થી ચાલી રહી હતી તૈયારીઓ- સામે આવ્યો ચોંકવનારો ખુલાસો
નવી દિલ્હીઃ યૂકેએ કોરોના વાયરસ સાથે જોડાયેલો એક ખાસ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સંબંધિત જાણકારી અમેરિકન વિદેશ વિભાગ પાસેથી મળી છે. જેમાં બતાવવામાં આવ્યુ છે કે, વર્ષ 2015માં ચીની વૈજ્ઞાનિકોએ તપાસ કરી હતી અને કથિત રીતે જાણવા મળ્યુ હતુ કે ચીન જૈવિક હથિયાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતપાસમાં માનવામાં આવ્યુ હતુ કે આ હથિયાર વિશ્વયુદ્ધ 3ની ભવિષ્યવાણી પણ હોઇ શકે છે. વળી અમેરિકન અધિકારીઓએ કથિત રીતે તેના ડૉક્યૂમેન્ટ્સને હાંસલ કર્યા જેમાં વર્ષ 2015માં સૈન્ય વૈજ્ઞાનિકો અને વરિષ્ઠ ચીની સાર્વજિનિક સ્વાસ્થ્ય અધિકારીઓએ કૉવિડ-19ની ઉત્પતિનો ઉલ્લેખ કર્યો છે.
ખરેખરમાં ચીની વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે કોરોના વાયરસ વાયરસોનો એક મોટી પરિવાર છે, જે મનુષ્યમાં શ્વાસની બિમારી પેદા કરે છે, અને આના લક્ષણો શરદી, ખાંસી અને તાવ હોઇ શકે છે.
વળી, અમેરિકાન વાયુ સેનાના કર્નલ માઇકલ જે આઇન્સફૉકે વિશ્વયુદ્ધ 3ની ભવિષ્યવાણી કરતા કહ્યું હતુ કે તેને જૈવ હથિયારોથી લડવામાં આવશે.
જાણકારી અનુસાર ચીની વૈજ્ઞાનિકોને દસ્તાવેજોમાંથી મળેલી માહિતીના આધાર પર એક પુસ્તક લખવામા આવ્યુ છે, જેનુ નામ 'વ્હાટ રિયલી હેપેન્ડ ઇન વુહાન' રાખવામા આવ્યુ છે.
વુહાનમાં મળ્યો હતો કૉવિડનો પહેલો કેસ...... ચીનમાં વર્ષ 2019ના અંતમાં વુહાન શહેરમાં પહેલો કૉવિડ-19નો કેસ મળ્યો હતો. ત્યારબાદથી અત્યાર સુધી આ ઘાતક બિમારી એક મહામારી બની ગઇ છે. જેમાં 157,789,300થી વધુ પ્રભાવિત થયા અને દુનિયાભરમાંથી 3,285,200 લોકોના મોત થયા છે. વળી તપાસમાં મળેલા દસ્તાવેજોને લઇને ઓસ્ટ્રેલિયાના રાજનેતા જેમ્સ પેટર્સને કહ્યું- દસ્તાવેજો કૉવિડ-19ની ચીનમાં થયેલી ઉત્પતિની જાણકારી આપી રહ્યાં છે, અને આ એક ચિંતાનો વિષય છે.
ઓસ્ટ્રેલિયાના કાર્યકારી નિદેશકનુ નિવેદન...... ઓસ્ટ્રેલિયાના રણનીતિક નીતિ સંસ્થાના કાર્યકારી નિદેશક પીટર જેનિંગ્સે કહ્યું- તેમને લાગે છે કે આ મહત્વપૂર્ણ છે કેમકે રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે કઇ રીતે ચીની વૈજ્ઞાનિકો કોરોના વાયરસના જુદાજુદા ઉપભેદો માટે સૈન્ય આવેદન વિશે વિચારી રહ્યાં હતા, અને વિચારી રહ્યાં કે આને કઇ રીતે તૈનાત કરવામા આવી શકે.