આ લક્ષણો દેખાય તો હોસ્પિટલ જવામાં વિલંબ ન કરો, AIIMSના પ્રમુખે દર્દીઓને શું આપી સલાહ
દિલ્લી એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ કહ્યું કે, દરેક દર્દીઓએ હોસ્પિટલ ભાગવાની બદલે કેટલાક વોર્નિુગ સાઇન ઓળખવા જોઇએ અને આ સંકેત મળતાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. ગુલેરિયાએ જણાવ્યું કે, હોમઆઇસોલેશનમાં રહેતા દર્દીે તેના ડોક્ટરના સંપર્કમાં રહેવું જોઇએ અને વોર્નિગ સાઇને ઓળખવા જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, જો દર્દીનું સુચૈરેશન લેવલ 93થી ડાઉન જાય અથવા તો વારંવાર સખત તાવ આવે, શ્વાસ લેવાામાં તકલીફ થાય. છાતીમાં દુખાવો થાય તો આ સ્થિતિમાં સમય બરબાદ કર્યાં વિના હોસ્પિટલ પહોંચી જવું હિતાવહ છે.
ડો. ગુલેરિયાએ દર્દીને સ્ટીરોઇડના ઓવરડોઝને લઇને પણ સચેત કર્યો. તેમણે જણાવ્યું કે, સ્ટીરોઇડનો ઓવરડોઝ દર્દી માટે નુકસાનકારક સાબિત થાય છે. ખાસ કરીને કોવિડના શરૂઆતના સ્ટેજમાં સ્ટીરોઇડનો ઉપયોગ કરવાથી ફેફસા પર તેની ખરાબ અસર પડે છે. આ સ્થિતિ બચવા માટે શરૂઆતના સમયમાં હળવા લક્ષણોમાં સ્ટીરોઇડ ન લેવી જોઇએ
ડો. ગુલેરિયાએ કહ્યું કે, લોકોનો મત એવો છે કે, રેમડેસિવર જેવા સ્ટીરોઇડ જલ્દી રિકવરી માટે દરેક કેસમાં અસરકારક છે. જો કે લોકોએ એ પણ જાણવાની જરૂર છે કે., તેની જરૂર હંમેશા નથી હોતી. આ પ્રકારની સ્ટીરોઇડ દવા ડોક્ટરની સલાહ બાદ જ લેવી જોઇએ.
કોરોનાની બીજી લહેરની ભયાવહ સ્થિતિ વિશે વાત કરતા ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, વૈજ્ઞાનિકોને બીજી લહેરનો અંદાજ હતો પરંતુ વાયરસ મ્યુટેન્ટ થઇને આટલો સંક્રામક બની જશે તેનો અંદાજ ન હતો. ભારતમાં દરરોજ 4 લાખ કેસની આશંકા હતી પરંતુ કેસની સંખ્યા આટલી ઝડપથી વધશે તેનો અંદાજ ન હતો.