કોરોના પોઝિટિવ પેશન્ટનો ડાયટ પ્લાન જાણી લો, કફજન્ય ફૂડને સાથે વસ્તુ લેવાનું ટાળો
કોરોનાની બીજી લહેર બહુ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહી છે. આ સ્થિતિમાં મોટી સંખ્યામાં સંક્રમિત લોકો ઘરે જ તેનો ઇલાજ કરી રહ્યાં છે. જો આપ પણ સંક્રમિત હો અને ઘરે પર ઇલાજ કરી રહ્યાં હો તો આ વાતને સમજવી જરૂરી છે. આ સમયે પેશન્ટના ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. તેમને શું આપવું અને ન આપવું જોઇએ જાણી લઇએ..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ કે ઓક્સિજન લેવલ ઘટતું જણાય તો વિલંબ કર્યાં વિના ડોક્ટરન સલાહ લેવી. હોમક્વોરોન્ટાઇનની અવધિ 14 દિવસની છે પરંતુ દસ દિવસમાં કોઇ લક્ષણો ન દેખાતા હોય તો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોમ ક્વોન્ટાઇન ખતમ કરી શકાય છે.
પેશન્ટને ઘરમાં બનાવેલું સાદુ ભોજન જ આપો. મૌસંબી, નારંગી, સંતરા જેવા તાજા ફળો. તેમજ બીન્સ, દાળ જેવી પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ લો. આદુ, લસણ, હળદરનું સેવન કરો. આઠથી દસ ગ્લાસ પાણી પીવો.
લો ફેટવાળું દૂધ દહીં ખાઇ શકો છો. જંક ફૂડ, ઓઇલી વસ્તુને અવોઇડ કરો, કોલ્ડ ડ્રિન્ક, આઇકસ્ક્રિમ ચિપ્સને સંપૂર્ણ અવોઇડ કરો.
કોરોનાના પેશન્ટે મેંદામાંથી બનેલી દરેક વસ્તુને પણ અવોઇડ કરવી જોઇએ. અનસેચુરેટેડ ફેટથી પણ દૂર રહેવું જોઇએ. સપ્તાહમાં બે વખત નોનવેજ લઇ શકાય છે.