કોરોનાના ઇલાજમાં લીધી આ દવા તો શરીરમાં ઝડપથી ફેલાશે વાયરસ, જાણો એમ્સના ડાયરેક્ટરે શું આપી ચેતાવણી
કોરોના વાયરસની બીજી લહેરમાં ડેથ રેટ વધતાં ભયનો માહોલ ફેલાયો છે. આ સ્થિતિમાં લોકો આડેધડ સ્ટેરોયડનો ઓવરડોઝ લઇ રહ્યાં છે પરંતુ તે નુકસાનકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્લી એમ્સના ડાયરેક્ટ રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, સિસ્ટમૈટિક સ્ટિરોઇડના ઓવરડોઝથી રોગીને નુકસાન થાય છે. જ્યારે સ્ટેરોઇડનો ઉપયોગ કોરોનાના પહેલા સ્ટેજમાં કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થાય છે. કોરોનાની શરૂઆતમાં જ જો સ્ટેરોઇડ આપવામાં આવે તો ફેફસાં પર ખૂબ જ ખરાબ અસર પડે છે.
લોકોને લાગે છે કે, કોરોનામાં રેમડેસિવિર અને તમામ પ્રકારના સ્ટેરોઇડ મદદ કરશે. જો કે લોકોને દરેક દર્દીને તેની જરૂર નથી હોતી. આ પ્રકારની દવા કે સ્ટોઇડ માત્ર ડોક્ટરની સલાહ બાદ જ આપી શકાય
ડોક્ટરે ગુલેરિયાએ કહ્યું કે, કોવિડ -19ના બે સ્ટેજ હોય છે. પહેલા સ્ટેજમાં શરીરમાં વાયરસ ફેલાવવાની સાથે તાવ અને કઝેકશની સમસ્યા થાય છે. કેટલીક વખત વાયરસ ફેફસાંમાં ફેલાવવા લાગે છે અને ઓક્સિજન લેવલ અચાનક નીચે જવા લાગે છે તો એન્ટી વાયરલ દેવામાં આવે છે.
કોરોનાનું બીજુ સ્ટેજ હોય છે. જેમાં ઇમ્યૂન સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે અને શરીરમાં ઇન્ફલેટરી રિએકશન વધી જાય છે. આ સમય હોય છે જ્યારે રોગીને સ્ટીરોઇડની જરૂર હોય છે. જો શરૂઆતના સ્ટેજમાં આ દવા આપવામાં આવે તો વાયરસ રેપ્લીકેશન વધી જાય છે. જેથી વાયરસ વધુ ઝડપથી ફેફસામાં ફેલાય છે.