Corona : વેક્સિનેટ લોકોના પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કારણે થઇ રહ્યાં છે મોત, આ ઉંમરના લોકો રહે સાવધાન
કોરોના વાયરસનો નવા ડેલ્ટા પ્લસ વેરિન્યટના કારણે આખી દુનિયામાં ચિંતાના વાદળો છવાયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હવે ડેલ્ટા પ્લસને સૌથી વધુ સંક્રામક વેરિયન્ટ બતાવતા વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરી દીધો છે. હવે એક નવો ડેટા સામે આવ્યો છે. જેમાં દર્શાવવામા આવ્યું છે કે, નવો વેરિયન્ટ પૂરી રીતે વેક્સિનેટ લોકોને પણ મોતના ઘાટ ઉતારી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્રારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા મુજબ બ્રિટેન ડેલ્ટા વેરિયન્ટ અત્યાર સુધીમાં લગભગ 117 લોકોની જિંદગીને ભરખી ગયો છે. મૃતકમાં 50 વર્ષથી મોટી ઉંમરના 109 લોકો સામેલ છે. તેમાંથી 50 લોકો એવા પણ છે, જેમને બંને ડોઝ લઇ ચૂક્યાં હતા.
રિપોર્ટ મુજબ 50 વર્ષથી નાની ઉંમરના વેક્સિનેટ એક પણ લોકોનું ડેલ્ટા વિરિયન્ટથી મોત નથી થયું. જો કે સિંગલ ડોઝ લેનાર અને 50 વર્ષથી નાની ઉંમરના બે લોકોનું ડેલ્ટા વેરિયન્ટથી મોત થયું છે. તો ઓલઓવર તેનો ડેથ રેટ જોઇએ તો 0.13 પ્રતિશત છે.
આ સ્થિતિમાં એવો સવાલ થઇ રહ્યો છે કે, શું વેક્સિનનો ડોઝ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ અસરકારક નથી. વેક્શિનેશન પ્રોગ્રામ હેઠળ બ્રિટેનમાં લોકોને એસ્ટ્રેજેનેકા અને ફાઇઝર વેક્સિનના શોર્ટ આપવામાં આવે છે.દુનિયાભરમાં અનેક દેશોમાં આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બ્રિટેનમાં થોડા સમય પહેલા જાહેર થયેલા એક ડેટા કહે છે કે, ફાઇઝરના બંને ડોઝ લીધા બાદ વેરિયન્ટથી 88 ટકા બચાવ થઇ શકે છે. તો એસ્ટ્રેજેનેકાથી 66 ટકા ડેલ્ટા વેરિયન્ટથી બચાવનો દાવો કરવામાં આવી રહ્યો છે.