કોવિડનો પોઝિટિવ રિપોર્ટ આવ્યાં બાદ આ ભૂલ ન કરશો નહિતર સામાન્ય સંક્રમણ બની શકે છે ઘાતક
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ જો પહેલા દિવસથી સ્ટીરોઇડ લેવામાં આવે તો સામાન્ય લક્ષણોનું આ સંક્રમણ બહુ જલદી ગંભીરરૂપ ધારણ કરી લે છે. એકસ્પર્ટના મત મુજબ સામાન્ય હળવા લક્ષણોમાં પહેલા દિવસથી દર્દીએ સ્ટીરોઇડ ન લેવી જોઇએ તેના કારણે સંક્રમણ વધે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ફેકશનના નેચર અને લક્ષણોનું પેર્ટન્ટ કન્ફ્યુઝિંગ હોવાથી કેટલીક વખત લોકો ટેસ્ટ કરાવવામાં બહુ વિલંબ કરે છે. જે રિકવરી સમયને પણ પ્રભાવિત કરે છે. ટેસ્ટિંગમાં વિલંબના કારણે હેલ્થી લોકોની સ્થિતિ પણ નાજુક થઇ જાય છે અને કેટલાક કેસમાં તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. તો આટલી મોટી કિંમત ચૂકવતા પહેલા લક્ષણો દેખાતાં તરત ટેસ્ટ કરાવીને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
શરીરમાં જો કોઇ સંદિગ્ધ લક્ષણ દેખાય તો તરત જ કોવિડનો રિપોર્ટ કરાવી લેવો જોઇએ આ રીતે નિદાન કરીને આપ આપની આસપાસના લોકોને પણ સંક્રમણથી બચાવી શકો છે. તેમજ સમય રહેતા કોવિડનો ઇલાજ થઇ શકે છે. કેટલીક વખત તમામ કોવિડના લક્ષણો હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવે છે. આ સ્થિતિમાં 2થી 3 દિવસ બાદ ફરી રિપોર્ટ કરાવવો જોઇએ.
બીજી લહેરમાં એવા અનેક કેસ જોવા મળે છે. જેમાં વાયરસ સીધો જ ફેફસામાં ઉતરી ગયો હોવાથી લક્ષણો હોવા છતાં પણ કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવે છે. આ સ્થિતિમાં સિટી સ્કેનથી પણ સંક્રમણનો માહિતી મેળવી શકાય છે પરંતુ લક્ષણો હોય છતાં રિપોર્ટ નેગેટિવ આવતા તેની અવગણના કરવાથી સંક્રમણ જીવલેણ સાબિત થાય છે