ACની હવાથી કઇ રીતે ફેલાઇ છે કોરોના સંક્રમણ, કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોએ એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં એરરોસોલ અને ડ્રોપલેટસ ટ્રાન્સમિશન દ્વારા કોરોના વાયરસ સંક્રમણની ફેલાવવાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. આ સ્થિતિમાં કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘર ઓફિસમાં ક્રોસ વેન્ટિવલેશન હોવું જોઇએ, જેથી બહારથી અંદર હવા આવતી રહે, આ રીતે હવા દ્રારા ફેલાતા સંક્રમણના ખતરાને ઓછા કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબંઘ રૂમમાં કોરોના વાયરસનું જોખમ વધી જાય છે. જે રૂમના બારી બારણા બંધ હોય અને એસી કુલરનો વધુ ઉપયોગ થતો હોય ત્યાં સંક્રમણનું જોખમ વધી જાય છે. કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક વિજય રાઘનવનના કાર્યલયે નવી એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, યોગ્ય વેન્ટીલેશનનો ઉપયોગ સંક્મણ ફેલાવવાના જોખમને ઘટાડે છે.
જે રૂમમાં એકથી વધુ વ્યક્તિ હોય ત્યાં વેન્ટીલેશન જરૂરી છે. કારણ કે એક વ્યક્તિની ડોપલેટસ એસીની હવામા મિક્સ થઇ જાય છે અને રૂમમાં જ રહે છે અને અન્ય વ્યક્તિના શ્વાસ દ્રારા તેમના નાક વાટે વાયરસ તેમના શરીરમાં સંક્રમણ ફેલાવી શકે છે.
એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે. કોરોના વાયરસથી બચવા માટે બારીઓ ખુલ્લી રાખો, એર ફિલ્ટરને દિશા નિર્દેશ અનુસાર બદલી શકો છો. જેના કારણે એરરોસોલલના કણને દૂર કરી શકાય. કોવિડ સંક્રમણથી બચવા માટે સામાજિક અંતરનું પાલન કરો. માસ્ક પહેરો અને કોઇ વસ્તુ કે સપાટીનો સ્પર્શ કર્યાં બાદ હેન્ડવોશ કરવાનું ન ભૂલો.
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોએ જાહેર કરેલી એડવાઇઝરી મુજબ જ્યાં એકથી વધુ લોકો હોય આવી જગ્યાએ એસી વેન્ટીલેશન હોવું જરૂરી છે. જેથી બહારની તાજી હવા રૂમમા આવતી રહે અને હવામાં ફેલાયેલા સંક્રમક કણોને શ્વાસમાં જતાં અમુક અંશે રોકી શકાય.