School Closed: કોરોના ધ્યાનમાં રાખીને દિલ્હી-યુપી સહિત કેટલાય રાજ્યોમાં સ્કૂલ કરાઇ બંધ, જાણો તમામનો હાલ............
School Closed: દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં જુદાજુદા રાજ્યોની સરકારો દ્વારા અલગ અલગ પ્રકારથી કોરોના (Corona)ના કેસોની રોકથામ માટે કાર્ય કરવામાં આવી રહ્યાં છે. કેટલાય રાજ્યોમાં સ્થિતિ ગંભીર થતા સ્કૂલ-કૉલેજોને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ સહિત જુદાજુદા રાજ્યોમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી ચૂકી છે. જ્યારે કેટલાય રાજ્યોમાં હજુ સ્થિતિ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
દેશમાં કોરોના (Corona) અને ઓમિક્રૉન (Omicron)ના વધતા કેસોને ધ્યાનમાં રાખતા રાજધાની દિલ્હીની સરકારે તમામ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો ફેંસલો લઇ લેવામાં આવ્યો છે.
માયાનગરી મુંબઇ (Mumbai)ના વાત કરીએ તો ઝડપથી વધતા ઓમિક્રૉન (Omicron)ના ખતરાને ધ્યાનમાં રાખતા 9માં ધોરણની સ્કૂલને 31 જાન્યુઆરી 2022 સુધી બંધ કરી દેવામા આવી છે.
ઉત્તરપ્રદેશ સરકારે પણ કૉવિડ-19ના કેસોમાં વધારાને જોતા 10માં ધોરણના ક્લાસ સુધીની સ્કૂલોને 16 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. સીએમના નિર્દેશ અનુસાર, આ દરમિયાન 11માના વિદ્યાર્થીઓને માત્ર રસીકરણ માટે જ સ્કૂલ બોલાવવામાં આવશે.
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા બિહાર (Bihar) રાજ્યમાં શિક્ષણમાં 1થી 8 સુધીની સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આગલા આદેશ સુધી આ સ્કૂલ બંધ રહેશે.
ગોવા (Goa)માં પણ કોરોનાના કેસો વધતા સ્કૂલ-કૉલેજો બંધ કરવાનો આદેશ જાહેર કરવામા આવ્યો છે. રાજ્યમાં 26 જાન્યુઆરી સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
હરિયાણા (Haryana) ઉચ્ચ શિક્ષણ વિભાગએ જાહેરાત કરી છે કે વધતા COVID કેસોને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થીઓ માટે વિશ્વવિદ્યાલયો અને કૉલેજો 12 જાન્યુઆરી, 2022 સુધી બંધ રહેશે.