તીવ્ર ગતિએ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે ભારે અસર
હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાતી તોફાન રેમલને કારણે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે વરસાદ (Rain) પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMDએ દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.
IMDએ જણાવ્યું કે 27 મે, 2024ના રોજ આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) (115.5-204.5 mm) થઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીના મોજાને કારણે તીવ્ર ગરમીની સંભાવના છે.
IMD એ 27 મે, 2024 ના રોજ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને વિદર્ભના જુદા જુદા સ્થળોએ ગરમીની લહેરની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે શુક્રવાર (24 મે, 2024) ના રોજ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં હીટ વેવની સ્થિતિની સંભાવના છે.