BJP Candidate List: કેટલું ભણેલી છે બાન્સુરી સ્વરાજ ? BJPએ આપી લોકસભાની ટિકીટ
Bansuri Swaraj News: ભાજપે દિલ્હીની પાંચ બેઠકો પર લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બાંસુરી સ્વરાજને નવી દિલ્હી બેઠક પરથી તક મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપે નવી દિલ્હી બેઠક પરથી બાંસુરી સ્વરાજને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. ટિકિટ મળ્યા બાદ તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે દિલ્હીની પાંચ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
જેમાં બાંસુરી સ્વરાજને નવી દિલ્હી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. મીનાક્ષી લેખીને ટિકિટ કેન્સલ કરીને તક આપવામાં આવી છે.
બાંસુરી સ્વરાજ પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજના પુત્રી છે. સ્વર્ગીય સુષ્મા સ્વરાજ દક્ષિણ દિલ્હી બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે.
બંસુરી સ્વરાજ વ્યવસાયે વકીલ છે.
તેમણે યૂનિવર્સિટી ઓફ વૉરવિકમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની ડિગ્રી અને બીપીપી લો સ્કૂલ, લંડનમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે.
લોકસભાની ટિકિટ મળ્યા બાદ તેમણે કહ્યું કે અમે પીએમ નરેન્દ્ર મોદીની વિકાસની નીતિઓ પર જનતા પાસેથી વોટ માંગવાના છીએ.
બાંસુરી સ્વરાજ દિલ્હી ભાજપના સચિવ પણ છે.