કામની વાતઃ રેલવે મુસાફરો હવે સામાન ગુમાવવાની ચિંતા નહીં રહે; રેલવેએ શરૂ કરી આ નવી સુવિધા
હવે પશ્ચિમ રેલવેએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સાથે મળીને 'મિશન અમાનત' શરૂ કર્યું છે. આ મિશન હેઠળ મુસાફરો તેમના ખોવાયેલા સામાનને સરળતાથી શોધી શકશે અને તેને પરત મેળવી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નિયમ હેઠળ યાત્રીઓના સામાનની સાથે તેમની સુરક્ષા અને સલામતીનો પણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલ્વે વતી ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી કે પશ્ચિમ રેલ્વેના આરપીએફએ ખોવાયેલો સામાન પરત મેળવવા માટે એક નવી પહેલ કરી છે.
'મિશન અમાનત' હેઠળ ખોવાયેલા સામાનની વિગતો ફોટોગ્રાફ્સ સાથે પશ્ચિમ રેલવેની વેબસાઈટ પર મૂકવામાં આવે છે. આ સાથે, મુસાફરો RPF વેબસાઇટ http://wr.indianrailways.gov.in પર ફોટા સાથે ખોવાયેલા સામાનની વિગતો જોઈ શકે છે.
પશ્ચિમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષ 2021 દરમિયાન, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી, પશ્ચિમ રેલવે ઝોનના રેલવે પ્રોટેક્શન ફોર્સે 1,317 રેલવે મુસાફરો સંબંધિત 2.58 કરોડ રૂપિયાનો સામાન વસૂલ કર્યો હતો. વેરિફિકેશન બાદ માલ તેમના મૂળ માલિકોને સોંપવામાં આવ્યો હતો.
પશ્ચિમ રેલવે આરપીએફ 'મિશન અમાનત' હેઠળ 24 કલાક કામ કરે છે. અન્ય એક ટ્વીટમાં પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું કે એપ્રિલ, 2021 થી ડિસેમ્બર, 2021 સુધી ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરો પાસેથી 68 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.