કોરોનાની મહામારીમાં લોકો કરી રહ્યાં છે આ પ્રકારની ભૂલ, તબીબ ગણાવી રહયાં છે તેને ગંભીર, થઇ શકે છે આ પ્રકારનું નુકસાન
કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. સંક્રમણ વધવાની સાથે નવો સ્ટ્રેન જીવલેણ પણ સાબિત થઇ રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાના દર્દીઓ એક ભૂલ મોટા પ્રમાણમાં કરી રહ્યાં છે. જે ભૂલ નુકસાનકારક સાબિત થઇ શકે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના વાયરસની બીજી લહેરમાં મોટાભાગના લોકો સંક્રમણથી બચવા માટે પેનકિલર્સ અને એન્ટીબાયોટિક્સ દવા લઇ રહ્યાં છે. જો કે ડોક્ટરની સલાહ વિના આ રીતે લીધેલી દવા નુકસાનકારક સાબિત થઇ શકે છે.
એકસ્પર્ટનું માનીએ તો કોરોનાની હજુ સુધી કોઇ પ્રોપર દવા નથી શોધાઇ. ડોક્ટર હાલ જે ઇલાજ કરે છે. તે લક્ષણોને રોકવા અને સંક્રમણને કન્ટ્રોલ કરવા માટે કરી રહ્યાં છે.
યાદ રાખો કે કોઇપણ પેઇન કિલર કોરોનાની રિકવરીની અવધિની ઓછી નથી કરી શકતી અને તે કોરોના સંક્રમણથી પણ નથી બચાવતી. તેથી કોઇપણ એલોપેથી દવા ડોક્ટરના દિશા નિર્દેશ અનુસાર જ લેવી જોઇએ.
પેરાસિટોમોલ, ઇબ્રુફેન, કોમ્બિફ્લેમનો ઓવરડોઝ નુકસાનકારક સાબિત થઇ શકે છે. એન્ટીબાયોટિક્સ દવા આડેધડ લેવાનો કોઇ અર્થ નથી. જે કોરોના વાયરસ સામે કારગર પણ નથી
કોરોનાના સંક્રમણથી બચવા માટે આડેધડ એન્ટીબાયોટિક્સ કે પેઇનકિલર લેવાથી કોરોનાનું સંક્રમણ રોકી શકાતું નથી. તબીબની સલાહ વિના આ પ્રકારની દવા લાંબા ગાળા સુધી લેવાથી અને વધુ પ્રમાણમાં લેવાથી કિડની, લિવરને નુકશાન થઇ શકે છે.