Earth GK: થોડાક વર્ષો બાદ પૃથ્વી બની જશે નિર્જીવ, ગરમ-સળગતા નરક જેવો ગ્રહ, શુક્ર ગ્રહ જેવો હશે નજારો
Earth GK: હાલમાં જ પૃથ્વીને લઈને એક ડરામણો અભ્યાસ બહાર આવ્યો છે. જેમાં કેટલાક એવા રહસ્યો સામે આવ્યા છે, જેના વિશે વિચારીને કદાચ તમે પણ ચોંકી જશો. હાલમાં જ પૃથ્વીને લઈને એક અભ્યાસ બહાર આવ્યો છે. જે મુજબ થોડા વર્ષોમાં પૃથ્વી શુક્ર જેવી બની જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અભ્યાસ મુજબ, થોડા વર્ષોમાં પૃથ્વી નિર્જીવ, ગરમ અને સળગતા નરક જેવો ગ્રહ બની જશે. જેનું કારણ ગ્રીન હાઉસ ગેસ છે.
વાસ્તવમાં, વૈજ્ઞાનિકોએ ગ્રીનહાઉસ વાયુઓની અસર અંગે એક સિમ્યુલેશન કર્યું છે. જેમાં આ ગ્રીનહાઉસ વાયુઓને ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર ગણવામાં આવ્યા છે.
જો ગ્રીનહાઉસ વાયુઓ આ રીતે વધતા રહેશે તો પૃથ્વી પણ શુક્ર જેવી દેખાવા લાગશે. જ્યાં માત્ર ગરમી જ રહેશે.
વૈજ્ઞાનિકોના મતે આ પરિણામો આવતા 100 વર્ષમાં જોવા મળશે. આ પરિણામો એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં પ્રકાશિત થયા છે.
આ સંશોધન ફ્રાન્સની CNRS લેબોરેટરી અને જીનીવા યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે.