Earth GK: અહીં છે ધરતીનો સૌથી સુકોભઠ પ્રદેશ, 10 લાખ વર્ષોથી નથી પડ્યો વરસાદ, જાણો છો તમે ?

મેકમર્ડો ડ્રાય વેલી પૃથ્વી પરનો સૌથી સૂકો ભઠ્ઠ વિસ્તાર માનવામાં આવે છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Earth General Knowledge: વરસાદ દરેક માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ શું તમે પૃથ્વી પર એવી જગ્યા વિશે જાણો છો જ્યાં 10 લાખ વર્ષથી વરસાદ નથી પડ્યો. જેના કારણે વૈજ્ઞાનિકો આ સ્થાનની તુલના મંગળ સાથે કરે છે.
2/6
કહેવાય છે કે જ્યાં પાણી છે ત્યાં જીવન છે, પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં પાણી જ નથી. જેનું કારણ એવું કહેવાય છે કે 10 લાખ વર્ષથી ત્યાં વરસાદ નથી પડ્યો.
3/6
આ જગ્યાનું નામ મેકમર્ડો ડ્રાય વેલી છે. જે એન્ટાર્કટિકામાં આવેલું છે, જેને દુનિયાનું સૌથી ખતરનાક સ્થળ માનવામાં આવે છે.
4/6
મેકમર્ડો ડ્રાય વેલી પૃથ્વી પરનો સૌથી સૂકો ભઠ્ઠ વિસ્તાર માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે આ વિસ્તારમાં 10 લાખ વર્ષોથી વરસાદ પડ્યો નથી.
5/6
જો કે, વરસાદ ના પડવા છતાં પણ અહીં કેટલાક બેક્ટેરિયા જીવતા મળી આવ્યા છે, જેનાથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
6/6
કહેવાય છે કે અહીં 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય છે. જેમાં કોઈનું પણ જીવવું અશક્ય માનવામાં આવે છે. વરસાદના અભાવને કારણે અહીંની સ્થિતિ મંગળ જેવી છે, તેથી આ સ્થળ વૈજ્ઞાનિકોને સંશોધન માટે આકર્ષે છે.
Sponsored Links by Taboola