Elections 2023: જે વિસ્તારોમાં વીજળી નથી હોતી ત્યાં EVM થી કઇ રીતે નંખાય છે વૉટ ? જાણો અહીં....
Elections 2023: આજે દેશમાં ચૂંટણીનો માહોલ છે. દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઇ રહી છે, જેના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. આ રાજ્યોમાં કેટલાય મતદાન મથકો છે જે ખૂબ જ દૂરના વિસ્તારોમાં આવેલા છે. આ વિસ્તારોમાં વીજળીની મોટી સમસ્યા છે અથવા તો વીજળી જ નથી મળતી તો ત્યાં કઇ રીતે EVM દ્વારા વૉટ નાંખવામાં આવે છે, જાણો અહીં...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવેમ્બર મહિનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં મતદાન થશે, ત્યારબાદ 3 ડિસેમ્બરે પરિણામ આવશે.
ઈલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન (EVM) નો ઉપયોગ ભારતમાં યોજાતી તમામ મોટી ચૂંટણીઓમાં મત આપવા માટે થાય છે.
ચૂંટણી પહેલા દરેક રાજ્યમાં હજારો EVM આવે છે, જે અલગ-અલગ પૉલિંગ બૂથ પર તૈનાત હોય છે.
કેટલાય મતદાન મથક એવા વિસ્તારોમાં પણ આવેલા છે જ્યાં વીજળી નથી. હવે સવાલ એ છે કે આવા બૂથ પર મતદાન કેવી રીતે થાય છે.
ખરેખર, ઈવીએમને વીજળીની જરૂર નથી. તેને કોઈપણ દૂરના વિસ્તારમાં સરળતાથી લઈ જઈ શકાય છે અને તે બેટરી પર ચાલે છે.
ઈવીએમ ભારત ઈલેક્ટ્રૉનિક્સ લિમિટેડ/ઈલેક્ટ્રૉનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઉત્પાદિત બેટરી પર ચાલે છે.