End of Earth: આ જગ્યાને કહે છે પૃથ્વીનો અંત, એકલા નથી જઇ શકતું ત્યાં કોઇ
End of Earth: દુનિયાભરમાં કેટલાય એવા રહસ્યો છે, જેને જાણી શકાતા નથી, આવું જ એક રહસ્ય છે પૃથ્વીના અંતનું. પૃથ્વીના અંત વિશે કેટલાય લોકો વાતો કરતાં હોય છે, પરંતુ અહીં તેના વિશે વાત કરીએ છીએ. જાણો.... આ પૃથ્વી પર એવી ઘણી જગ્યાઓ છે જે વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દે છે. એક એવી જગ્યા છે જેને પૃથ્વીનો છેડો કહેવામાં આવે છે, જ્યાં કોઇ નથી જઇ શકતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે પણ પૃથ્વીનો છેડો કહેવાતી આ જગ્યા પર અનેક માનવ હાડપિંજર જોવા મળે છે. ત્યાં સેંકડો વહાણના ભંગાર જોવા મળે છે, જે ઘણા વર્ષો પહેલા ત્યાં પહોંચ્યા હતા.
ત્યાં આસપાસના લોકો તેને હાડપિંજર કિનારો અને જહાજોનું કબ્રસ્તાન પણ કહે છે. અહીં જંગલી પ્રાણીઓ આવવાનો ભય હોવાથી લોકો ત્યાં એકલા જતા ડરે છે.
આ સ્થળ આફ્રિકન દેશ નામીબિયાના કિનારે આવેલું છે, જેની લંબાઈ 500 કિલોમીટર અને પહોળાઈ 40 કિલોમીટર છે.