કોરોના હવાથી ફેલાય છે એ ખતરો બહુ મોટો પણ ડોક્ટરોએ બતાવ્યો તેનાથી બચવાનો ઉપાય, જાણો વિગત
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર દિવસે દિવસે વધુ ઘાતક બની રહી છે. કોરોના વાયરસનુ સંક્રમણ દેશમાં ઝડપથી વધી રહ્યુ છે. એક રિપોર્ટ પ્રમાણે સામે આવ્યુ છે કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે, જેથી સાવચેતી જરૂરી છે. પ્રતિષ્ઠિત જર્નલ ધ લાન્સેટમાં છપાયેલી એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે, અને સાથે સાથે સાથે તેનાથી બચવાના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધ લાન્સેટના કોરોના વાયરસ પર કરવામાં આવેલા સ્ટડી અનુસાર, કોરોના વાયરસ હવાથી ફેલાય છે, કેમ હવા દ્વારા કોરોના વાયરસ ફેલાવાની સંભાવનાઓ વધુ છે. આ વાતને લઇને લોકોમાં ચિંતા વધી ગઇ છે.
જોકે મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના ડૉ.ફહીમ યુનુસનું કહેવું છે કે, લાન્સેન્ટના સ્ટડી બાદ ચિંતાની કોઇ વાત નથી. તેમણે લખ્યું છે કે અમને ખબર છે કે કોવિડ છીદ્રોથી લઇ હવા સુદ્ધાંથી પણ ફેલાય છે.
ડૉ.ફહીમનું આ અગે કહેવું છે કે, કપડાંના માસ્ક પહેરવાનું બંધ કરી દો. તેમણે કહ્યું બે N95 કે KN95 માસ્ક ખરીદો. એક માસ્ક એક દિવસ ઉપયોગ કરો, અને ઉપયોગ કર્યા બાદ તેને પેપર બેગમાં રાખી દો અને બીજું ઉપયોગ કરો. દર 24 કલાકે આવી જ રીતે માસ્કની અદલા બદલી કરીને પહેરો. જો તેને કોઇ નુકસાન ના પહોંચે તો તમે તેનો અઠવાડિયા સુધી પણ ઉપયોગ કરી શકો છો.
ડૉ.ફહીમે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, હવાથી વાયરસ ફેલાવાનો અર્થ એ નથી કે હવા સંક્રમિત છે. તેનો અર્થ છે કે વાયરસ હવામાં રહી શકે છે. બિલ્ડિંગોની અંદર પણ વધુ ખતરો પેદા કરી શકે છે.
તેમનું કહેવું છે કે માસ્ક વગરના સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરતાં પાર્ક અને બીચ હજી પણ સૌથી સુરક્ષિત છે.
સ્ટડીમાં સામે આવ્યા 10 કારણો.... સ્ટડી પ્રમાણે વાયરસના સુપરસ્પ્રેડર ઇવેન્ટર મહામારીને ઝડપથી આગળ ફેલાવી રહ્યાં છે. સ્ટીડમાં કહેવાયુ છે કે આવું ટ્રાન્સમિશન હવા દ્વારા ફેલાવું વધુ સરળ છે કારણ તેના છિદ્રો છે. આવી ઘટનાની વધુ સંખ્યાના આધાર પર આ ટ્રાન્સમિશનને અગત્યનું માની શકાય છે.
સ્ટડીનુ માનીએ તો શકય હોય તો દરરોજ તાપમાન, શ્વાસની ગતિ, પલ્સ અને બીપી માપો. મોટાભાગે સ્માર્ટફોન્સમાં પલ્સ ઑગ્જિમેન્ટ્રી એપ હોય છે.
ડૉ.ફહીમે એક ટ્વિટર થ્રેડમાં કહ્યું હતું કે સૌથી પહેલાં ઇન્ફેકશન થવા પર ખુદને 14 દિવસ માટે અલગ કરી લો. આ દરમ્યાન અલગ રૂમમાં રહો, અલગ બાથરૂમનો ઉપયોગ કરો અને પોતાના વાસણ પણ અલગ કરી લો.