કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી બચવું હોય તો, વધારો આપની ઇમ્યુનિટી, આ 5 ફૂડને ડાયટમાં કરો સામેલ
Immunity Booster: કોવિડ -19ની ત્રીજી લહેરમાં ન્યૂ ડેલ્ટા વેરિયન્ટથી લોકો ડરેલા છે. આ સ્થિતિમાં આપને આપની ઇમ્યુનિટી મજબૂત રાખવાની જરૂર છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી આપ અનેક પ્રકારની બીમારીથી બચી શકો છો. આપ આ પાંચ ચીજોથી આપની ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકો છો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમશરૂમ ખાવાથી ઇમ્યુનિટી વધે છે. મશરૂમમાં વિટામિન ડી સહિતના અનેક પોષકતત્વો છે. મશરૂમ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે મશરૂમ ખાવું જોઇએ.
ફુદીનાનાના પાનથી પણ ઇમ્યુનિટી વધે છે. તેમાં વધુ માત્રામાં વિટામિન સી, ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે. ગરમીમાં ફુદીનો ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
ઇમ્યુનિટીને વધારવા માટે આપને ખાવામાં નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઇએ. રસોઇ બનાવવા માટે ખાવાનું નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય. તે એક સારૂ ઓપ્શન છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
ઇમ્યુનિટી વધારવા માટે લીલા પાનવાળા શાક પણ એક સારૂ ઓપ્શન છે. આપ ડાયટમાં પાલકને સામેલ કરો. તેનાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળે છે. પાલકમાં આયરન, વિટામિન ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી ઇમ્યૂનિટી મજબૂત બને છે.
બ્રોકલીને ડાયટમાં અવશ્ય સામેલ કરો, તેનાથી હેલ્થને અનેકગણો ફાયદો થાય છે. તે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે.આપ સલાડ, સબ્જી કે સૂપના રૂપે પણ બ્રોકલી લઇ શકો છો. બ્રોકલી ખાવાથી શરીરને વિટામીન અને એન્ટીઓક્સિડન્ટ ગુણ મળે છે અને તેનાથી ઇમ્યુનિટી મજબૂત બને છે.