કોરોનાથી બચવા દિવસમાં મીઠું અને ખાંડ કેટલાં ખાવાં જોઈએ ? જાણો બીજું શું ના ખાવું જોઈએ ?
કોરોનાના વધતા જતાં સંક્રમણે હાલ દરેકની ચિંતા વધારી છે. આ સ્થિતિમાં આહારશૈલી પર વિશેષ ધ્યાન આપવુ જરૂરી છે. તો ચાલો જાણીએ કે, કેવું ડાયટ આપને સંક્રમણથી બચાવશે..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો ડાયટ પ્રોપર હશે તો ઇમ્યુનિટી બની રહેશે અને તેનાથી સંક્રમણથી બચી શકાશે. મહામારીમાં વિશ્વ આરોગ્ય સંસ્થા Whoએ પણ પ્રોપર ડાયટ પ્લાન માટે એક ગાઇડલાઇન જાહેર કરી છે. શું છે જાણીએ.
કોરોનાથી બચવા માટે ડાયટમાં તાજા ફળો, સલાડ, ગ્રીન વેજેટિબલને સામેલ કરવું જોઇએ. આ તમામ ફૂડ ઇમ્યુનિટી બૂસ્ટર હોવાથી વાયરસના સંક્રમણથી દૂર રાખે છે.
દરરોજ ઓછામાં ઓછા 5 ફળ, 2,50 ગ્રામ ગ્રીન વેજીટેબલ, 180 ગ્રામ અનાજ લેવા જોઇએ. ડાયટમાં વધુ પ્રમાણમાં નમક અને ખાંડ લેવાનું ટાળવું જોઇએ.
શરીરને હાઇડ્રેઇટ રાખો, આ માટે રસદાર પાણી યુક્ત ફળોનું સેવન કરો. કાકડી, તરબૂચ.શક્કર ટેટીને ડાયટમાં સામેલ કરો. દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ.
ફાઇબરયુક્ત ફૂડને વધુમાં વધુ ડાયટમાં સામેલ કરવાનો આગ્રહ રાખો,. ડાયટમાં કઠોળ, લીલા શાકભાજી અને હોલ ગ્રેન સામેલ કરો. ફેટયુકત ફૂડ માત્ર દિવસમાં 30 ટકા જ લેવું જોઇએ.